________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૦
www. kobatirth.org
++++
******
વિધા પૂરવણો રચાણી, અંગઉપાંગ સુત્રે ગુંથાણી, સુણતા દીએ શિવરાણી ૩ જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી હોએ સમકિત ધારી, સાનિધ્ય કરે સંભારી. ધરમકરે તસ ઉપરપ્યારી, નિશ્ચલ ધર્મ કરે સુવિચારી, જે છે પર ઉપકારી, વડમંડલ મહાવીરજી તારી, પાપ પખાલી જિન જુહારી લાલ વિજય હિતકારી, માતંગ જક્ષકરે મનોહારી ઓલગ સારે સુરઅવતારી. શ્રી સંઘના વિઘન નિવારી,
શ્રી પજુસણની થોયો - ૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१
(રાગ : શ્રી શત્રુંજય તીરથ સાર)
વરસ દિવસમાં અષાઢ ચોમાસ, તેમાં વલી ભાદરવો માસ આઠ દિવસ અતિ ખાસ, પર્વ પશુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈધરનો કરવો ઉપવાસ, પોસહ લીજે ગુરુ પાસ; વડા કલ્પનો છઠ્ઠ કરીજે, તેહ તણો વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચીજે, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિમ્નેસર રાય. ૧
બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિર્વાણ વિચાર, વીર તણો પરિવાર, ત્રીજ દિને શ્રીપાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરનો અવદાત, વળી નવ ભવની વાત;
ચોવીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ,
તાસ વખાણ સુણીશ,
+++++++
+++++++++
For Private And Personal Use Only