________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોષદશમીની સ્તુતિ ૧
(રાગ - વીરજિનેસર અતિઅલવેસર) પોષદશમીદિન પાસજિનેશ્વર, જન્મ્યા વામામાય જી, જન્મ મહોત્સવ સુરપતિ કીધો,વલીય વિશેષે રાય જી; છપ્પન દિકુમરી હુલરાવ્યો, સુર નર કિન્નર ગાયો જી, અશ્વસેન કુલ વિમલ આકાશે, ભાનુ ઉદય સમ આયો જી. ૧ પોષદશમી દિન આંબિલ કરીએ, જેમ ભવસાગર તરીયે જી, પાસ જિણંદનું ધ્યાન ધરતા, સુકૃત ભંડાર ભરીયે જી, ૠષભાદિક જિનવર ચોવીશે, તે સેવો ભલે ભાવે જી, શિવરમણી વરી નિજ ઘર બેઠા, પરમપદ સોહાવે જી. ૨
કેવલ પામી, ત્રિગડે બેઠા, પાસ જિનેશ્વર સાર જી, મધૂર ગિરાએ દેશના દેવે, ભવિજન મન સુખકાર જી, દાન શીયલ તપ ભાવે આદરશે, તે તરશે સંસાર જી, આ ભવ પરભવ જિનવર જપતાં ધર્મ હોશે આધાર જી. ૩
સકલ દિવસમાં અધિકો જાણી, દશમીદિન આરાધો જી, ત્રેવીશમો જિન મનમાં ધ્યાતાં, આતમ સાધન સાધો જી, ધરણેન્દ્ર પદ્માવતી દેવી, સેવા કરે પ્રભુ આગે જી, હર્ષવિજય ગુરુ ચરણ કમલની રાજવિજય સેવા માગે જી. ૪ શ્રી એકાદશી થોયો - ૩
૧
શ્રીભાગ્ નેમિર્બભાષે જલશયસવિઘે સ્ફૂર્તિમેકાદીયાં, માધન્મોહાવનીન્દ્રપ્રશમનવિશિખઃ પંચબાણાડચિરણ: મિથ્યાત્વધ્વાન્તવાન્તો રવિકરનિકરસ્તીવ્રલોભાદ્રિવાં, શ્રેયસ્તત્પર્વ વસ્તાચ્છિવસુખમિતિ વા સુવ્રતશ્રેષ્ઠિનોડભૂત ૧
For Private And Personal Use Only
૧૩૦