________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસન દેવી નિત્ય સમરેવી, સંઘને સાનિધ્ય કરજોજી, દોલત દાતા ભગવતી માતા, સેવકને ચિત્ત ધરજોજી, રૂપ અનોપમ વાન અનોપમ, અનોપમ એ જગસારીજી, પંડિત ધીરસાગર પદ સેવક, અમરસાગર જયકારી. ૪
(રાગ : શ્રી શત્રુંજય તીરસાર) શાસનનાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર,
હરિ લંછન જસ ધીર, જેહનો ગૌતમસ્વામી વજીર, મદન સુભટરંજન વડવીર;
સાયર પેરે ગંભીર; કાર્તિક અમાવાસ્યા નિર્વાણ, દ્રવ્ય ઉધોત કરે નૃપ જાણ,
દીપક શ્રેણી મંડાણ, દિવાળી પ્રગટી અભિધાન, પ્રભાત સમે શ્રીગતમજ્ઞાન,
વર્ધમાન ધરો ધ્યાન. ૧ ચોવીશે જિનવર સુખકાર, પર્વ દિવાળી અતિ મનોહાર,
સકલ પર્વ શણગાર, મેરાઈયા કરે અધિકાર, “મહાવીરસર્વજ્ઞાચ' પદ સાર,
જપીયે દોચ હજાર; મજિઝમ રમણી દેવ વાંદજે, “મહાવીરપારંગતાય નમીજે,
સહસ તે દોચ ગુણીજે, વળી ગૌતમ સર્વજ્ઞાચ નમીજે, પર્વ દિપોચ્છવ ઇણિ પરે કીજે,
માનવભવ ફલ લીજે. ૨ અંગ અગ્યાર ને ઉપાંગ બાર, દશપયન્ના છેદ મૂલ ચાર,
નંદી અનુયોગ દ્વાર, છ લાખ ને છત્રીસ હજાર, ચૌદપૂર્વ રચે ગણધાર,
ત્રિપદીનો વિસ્તાર;
For Private And Personal Use Only