________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ વંદોજી, શ્રી સુપાસ ચંદ્રપ્રભ-સુવિધિ, શીતલ જિન સુખકંદજી; શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનંત જિન, ધર્મ શાન્તિ કુંથુ અર મલ્લિજી, મુનિસુવ્રત નમિ નેમિ નમીજે, પાસ વીર સુખ વલ્લીજી. ૨ ત્રિગડે બેસી જિનવર ભાખે, આગમ અરથ ઉદારજી, સૂત્રની રચના ગણધર વિરચે, પામી ત્રિપદી સારજી; નાગમંત્ર સમ શ્રીજિનવાણી, ભાવ ધરી ભવિ પ્રાણી છે, સુણીએ ત્રિકરણ શુદ્ધ કરીને, વરીએ શીવ પટરાણીજી. ૩ રૂમઝમ કરતી ગજગતિ ચલતી, ભરતી પૂણ્ય ભંડારજી, સિદ્ધાયિકાદેવી સુવિચારી, સંઘ સકલ સુખકાર જી; વીર સિંદ પદ સેવાકારી, શાસન વિઘન નિવારીજી, પંડિત લક્ષ્મીવિજય ગુરૂ સેવક, જ્ઞાનવિજય જયકારી જી. ૪
વીર જિનેશ્વર અતિ અલસર, મુરતિ સુરત સારીજી, પૂ પ્રણામો ભવિજન ભાવે, ઉતારે ભવ પારીજી; ગુણમણિ રોહણ જગ સંબોહન કંચન સમ એ કાચાજી, ત્રિશલા માતા જગવિખ્યાતા, તાત સિદ્ધારથ રાચાજી. ૧ સયલ જિનેશ્વર જગ પરમેશ્વર, ભુવન દિનેસર દેવાજી, પૂજ પ્રણમી પદકજ તેહના, સુરનર સારે સેવાજી; અતીત અનાગત ને વર્તમાન, વિહરમાન જિન વીશજી તે સંભારી નિત્ય સમરતા, પહોચે સયલ જગીશજી. ૨ સમવસરણ બેસી કરી જિનવર, ભાખે અર્થ અનેકજી, ગણધર રચના સારી જાણી, સુણો હૃદય વિવેકજી; જ્ઞાન અનોપમ દીવા સરખું જાણો જાણ સુજાણજી, પાપ નિકાસે પુણ્ય પ્રકાશ, જિમ ઉદયાચલ ભાણજી. ૩
For Private And Personal Use Only