________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર પંચ કલ્યાણક જેહ, કલ્પસૂગમેં ભાખ્યો તેહ,
દીપોચ્છવ ગુણગેહ, ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સહસ લાખ કોડિ ફલ લહે તેહ,
શ્રીજિનવાણી એહ. ૩ વીરનિર્વાણ સમે સુર જાણી, આવે ઇન્દ્ર અને ઇન્દ્રાણી,
ભાવ અધિક મન આણી, હાથ ગ્રહી દીવી નિશી જાણી, મેરાઈઆ બોલે મુખ વાણી,
દિવાળી કહેવાણી; ઘણી પરે દીપોચ્છવ કરો પ્રાણી, સકલ સુમંગલ કારણ જાણી,
લાભવિમલ ગુણખાણી, વદતિ રત્નવિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણિ,
ધો સરસ્વતિ વર વાણી. ૪ ૧. સિંહ, ૨. મધ્ય.
(રાગ - શાસનનાચક વીરજીએ, પામી પરમ આધાર તો) શિવસુખદાચક દીજીયે એ, મુક્તિ પરમ આધાર તો, જનમ મરણ જેહથી ટળે એ, મળે અનંતા ચાર તો; દેવા શતા છો વીરવિભુ એ, તો પછી કાં કરો વાર તો ? ગુણગણ તારા છે ઘણા એ, કહેતા ન આવે પાર તો. ૧ ચઉવીશ જિનવર સેવીયે એ, હરવા ભવજંજાલ તો, હરી મમતા સમતા ભજો એ, દૂર થાય જેમ કાલ તો; અક્ષયજીવન પામીએ એ, છોડી આળપંપાળ તો, જિન ભજને રાચી સદા એ, પામી સુખ વિશાળ તો. ૨ નાણા ભાણ મોહ તમ હરે એ, હરે વળી પાપ પ્રચાર તો, જિનવર વાણી દિલ ધરો એ, બીજે એથી ન સાર તો ભાવસૂરજ એ જગવડો એ, જીવન ઉત્પલકાર તો, જિનઆગમથી પામતા એ, ઉતરે ભવનો પાર તો. ૩
For Private And Personal Use Only