________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય જયર સાહિબ, શાસનપતિ મહાવીર, માનવ મનરંજન, ભંજન મોહ જંજીર; દુઃખ દારિદ્રનારો, તિહુઅણ જણ કોટીર, આયુ વર્ષ બહોંતેર, સોવનવણે શરીર. ૧ બાપભાદિક જિનવર, સોહે જગ ચોવીશ, વળી તેહના સુંદર અતિશય વર ચોત્રીશ; ભવ દવ ભય ભેદક, વાણી ગુણ પાંત્રીશ, જિન ત્રિભુવન તીરથ, પ્રહ ઊઠી પ્રણમીશ. ૨ પ્રભુ બેસી ત્રિગડે, વીર કરે વખાણ, દાન શીલ તપ ભાવ, સમજે જાણ અજાણ; સંસાર તણું જેહ, જાણે સકલ વિજ્ઞાણ, જિનવાણી સુણતાં, ફલ લાભે કલ્યાણ. ૩ પાય ઝાંઝર ઝમકે, ઘુઘરીનો ઘમકાર, કટિ મેપલ ખલકે, ઉર એકાવલી હાર; સિદ્ધાયિકા સેવે, વીર તણો દરબાર, કવિ તિલકવિજય બુઘ, સેવક્તો જયકાર. ૪
મનોહર મૂર્તિ મહાવીર તણી, જિણે સોળ પહોર દેશના પભણી; નવમલ્લી નવલચ્છી નૃપતિ સુણી, કહે શિવ પામ્યા ત્રિભુવન ધણી. ૧ શિવ પામ્યા બદષભ ચઉદશ ભક્ત, બાવીશ લહ્યા શિવ માસ તીવે; છઠું શિવ પામ્યા વીર વળી, કાર્તિક વદિ અમાવાસ્યા નિરમલી. ૨ આગામી ભાવી ભાવ કહા, દિવાળી કલ્પ જેહ લહા; પુણ્ય પાપ ફલ અક્ઝયણે કહ્યાં, સવિ તહત્તિ કરીને સદ્ધહ્યાં. ૩. સવિ દેવ મળી ઉધોત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે; જ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે. ૪
જય જય ભવિહિતકર વીર જિનેશ્વર દેવ, સુર-નરના નાયક જેહની સાથે સેવ; કરુણા-સિકંદો, વંદો આનંદ આણી, ત્રિશલાસુત સુંદર, ગુણ-મણિ કેરો ખાણી. ૧. જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન, જન્મ વત, નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણ. ૨
For Private And Personal Use Only