________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૧૨૨
**********
એ જિન સેવો હિતકર જાણી, એહથી લહીયે શિવપટરાણી,
પુણ્ય તણી એ ખાણી, ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૠષભજિનેશ્વર તેર ભવ સાર, ચંદ્રપ્રભ ભવ આઠ ઉદાર, શાન્તિકુમાર ભવ બાર, મુનિસુવ્રત ને નેમકુમાર, તે જિનના નવ નવ ભવ સાર, દશ ભવ પાર્શ્વકુમાર; સત્તાવીશ ભવ વીરના કહીયે, સત્તર જિનના ત્રણ ત્રણ લહીયે, જિન વચને સહીએ, ચોવીસજિનનો એહ વિચાર, એહથી લહીયે ભવનો પાર, નમતાં જય જયકાર. ૨ વૈશાખ સુદ દશમી લહી નાણ, સિંહાસન બેઠા વર્ધમાન, ઉપદેશ દે પ્રધાન, અગ્નિ ખૂણે હવે પર્ષદા સુણીયે, સાધ્વી વૈમાનિક સ્ત્રી ગણીચે, મુનિવર ત્યાંહી જ ભણીયે; વ્યંતર જ્યોતિષી ભુવનપતિ સાર, એહનો નૈઋત્ય ખૂણે અધિકાર, વાયવ્ય ખૂણે એની નાર, ઇશાને સોહીયે નર નાર, વૈમાનિક સુર થઈ પર્ષદા બાર, સુણે જિનવાણી ઉદાર. ૩ ચક્કેસરી અજિયા દુરીઆરી, કાલી મહાકાલી મનોહારી, અચ્ચુઆ સંતા સારી, જ્વાલા સુતારયા ને અસોયા, સિરિવત્તા વરચંડા માયા, વિષયાંકુસી સુખદાયા; પન્નતિ નિવ્વાણી અચ્છુઆ ધરણી, વૈરુટદત્ત ગંધારી અઘહરણી, અંબ પઉમા સુખકરણી, સિદ્ધાઇ શાસન રખવાલી, કનકવિજય બુધ આનંદકારી, જસવિજય જયકારી. ૪
#####
++++++++
For Private And Personal Use Only