________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
********** ૧૨૧
અજિતાદિક જિન શેષ રહીજે, ત્રણ ત્રણ ભવ સઘલે ઠવીજે, ભવ સમકિતથી ગણીજે, જિન નામ બંધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપ ખંતી ધરીજે, જિનપદ ઉદયે સીઝે, ૨
આચારાંગ આદે અંગ અગ્યાર, ઉવવાઈ આદે ઉપાંગ તે બાર,
દશ પયજ્ઞા સાર,
છ છેદ સૂત્ર વિવિધ પ્રકાર, ઉપગારી
મૂલ સૂત્ર તે ચાર, નંદી અનુયોગદ્વાર; એ પિસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર, વિષય ભુજંગિની વિષ અપહાર, એ સમો મંત્ર ન કો સંસાર, વીર શાસન જયકાર. ૩
નકુલ
। બીજોરું દોય કર ઝાલી, માતંગ સુર શામ કાન્તિ તેજાલી, વાહન ગજ શુંઢાલી, સિંહ ઉપર બેઠી રઢિયાળી, સિદ્ધાયિકાદેવી લટકાલી, હરિતાભા ચાર ભૂજાલી; પુસ્તક અભયા જિમણે ઝાલી, માતુલિંગ ને વીણા રસાલી, વામભૂજા નહિ ખાલી, શુભ ગુરુ ગુણ પ્રભુ ધ્યાન ઘટાલી અનુભવ નેહસું દેતી તાલી, વીર વચન ટંકશાલી. ૪
ગંધારે મહાવીર જિણંદા, જેને સેવે સુર નર ઇંદા, દીઠે પરમાનંદા, ચૈતર શુદ તેરસ દિન જાયા, છપ્પન દિગ્ગુમરી ગુણ ગાયા, હરખ ધરી હુલરાયા; ત્રીસ વરસ પાલી ઘરવાસ, માગસર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ,
+++++++
For Private And Personal Use Only