________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+++++++++++++++++++ ૧૧૦
અગમ અગોચર જે અવિનાશી, સાધુ શિરોમણી મહાસંન્યાસી, લોકાલોક પ્રકાશી, જગ સઘલે જેહની શાબાશી, જીવા યોનિ લાખ ચોરાશી, તેહના પાપ નિકાશી, ઝલહલ કેવલ જ્યોતિ કે આશી, અસ્થિર સુખના જે નહિ સાસી, વંદુ તેહને ઉલ્લાસી. ૨ શ્રી જિન ભાષિત પ્રવચનમાલા, ભવિજન કંઠે ધરો સુકુમાલા, મેલી આલ પંપાલા, મુક્તિ વરવાને વરમાલા, ચારુ વર્ણ તે કુસુમ રસાલા, ગણધરે ગુંથી વિશાલા, મુનિવર મધુકર રૂપ મચાલા, ભોગી તેહના વલી ભૂપાલા, સુરનર કોડી રઢાલા, તે નર ચતુર અને વાચાલા, પરિમલ તે પામે ફગિતાલા, ભાંજે ભવજંજાલા. ૩ નાગરાજને અર્ધબલતો જાણી, કરૂણા સાગર કરૂણા આણી, તત્ક્ષણ કાઢ્યા જાણી, નવકાર મંત્ર દીયો ગુણખાણી, ધરણેન્દ્ર પદ્માવતીરાણી, થયા ઘણી ધણીઆણી પાસ પસાયે પદ પરમાણી સા પદ્મા જિનપદે લપટાણી, વિઘ્ન હરણ સપરાણી, ખેડા હરિયાલીમાં શુભ ઠાણી, પૂજો પાસ જિણંદ ભવિપ્રાણી, ઉદય વદે એમ વાણી. ૪
૧૨
(રાગ - વીર જેનેસર અતિ અલવેસર)
શ્રી પાસજિણેસર ભુવન દિણેસર, શંખેશ્વરપુર સોહેજી, બાવના ચંદન ઘસી ઘણું ભાવે, પૂજતાં મન મોહેજી;
*******
For Private And Personal Use Only
++++