________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈમાનિક પ્રભુ દશ ભુવનાધીશ વર વીસ, જ્યોતિષીપતિ દોય વ્યંતરપતિ બત્રીસ, જય ચઉસઠ ઇંદ્ર પૂજ્યા જિન ચોવીશ, તે જિનની આણા શિર વહું હું નિશદિસ. ૨ ત્રિભુવન જિનવંદન આનંદન જિનવાણી,સિંહાસન બેસી ઉપદેશ હિત આણી; જેહમાંહે વખાણી જીવદયા સુણો પ્રાણી, તે વાણી આરાધી વરીયે શિવપટરાણી. ૩ સંઘ સાન્નિધ્યકારી જયકારી વરદાય, શાસન રખવાલી વિઘ્ન હરે અંબાઈ બાવીશમાં જિનની સેવા કરો ચિત્ત લાય, બુધ પ્રીતિવિજય કહે સુખસંપદ મેં પાય. ૪
(રાગ - વીરજિનેશ્વર અતિ અલવેસર) રાજુલરાણી ગણમણિખાણી તેહતણો ભરતાર છે, સમુદ્રવિજય શિવાદેવીનંદન, સુખસંપતિ દાતાર જી; શંખલંછન ને શામલવરણી, કાચા કોમલ સાર છે, નેમિજિનેસર નિત નિત નમતા, હોચે સદા જયકાર. જી. ૧ દશ વૈમાનિક દોય જ્યોતિષી, બત્રીશ વ્યંતર ઇદે છે, વીશ ભવનપતિ સર્વ મલીને, ચોસઠ ઇન્દ્ર આણંદ જી; મેરૂશિખર જઇ રચીચ સિંહાસન, હઇડે હરખ અપાર જી, ચોવીશ જિનનો જન્મ મહોત્સવ, કીધો અતિ મનોહાર જી.૨ દાન સુપાત્રે દીજે સુઘ, શીલયણ પાલીજે જી, તપ તપીએ પોતાની શક્તિ, ભાવના મન ભાવીજે જી; ક્રોધ લોભ માન માયા જૂઠું પંચ પ્રમાદ પરિહરિયે જી, એહવી જિનની વાણી સુણતાં, ભવસાયર ઉતરીયે જી. ૩ નેમિનાશ શાસન સુર સોહે, ગોમેધયક્ષ મચાલ જી, સમકિતધારી સંઘ ચતુર્વિધ, સાન્નિધ્યકારી દયાલ જી; ભવિકજીવને આનંદ કરતો, સેવતો જિનપાય જી, શ્રીવિજયરાજસૂરીસર વિનયી, લક્ષ્મીવિજય ગુણ ગાય જી. ૪
*િ:-1*:-1} :--:-:-:-:-:-:-1-:-Fi
-
-
- -
-
-
For Private And Personal Use Only