________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતલ વિષ્ણુનંદ વાસુપૂજ્ય વિમલ જુહારીએ, અનંત ધર્મ શાન્તિ આદિ જિન નમી દુઃખ વારીચે. ૨ જ્ઞાન જિનવર દાન મુક્તિ આપવા સાધન ખરું, સાત નય ને સપ્તભંગી વિવિધ ગમથી અલંકરું; ચરણ દ્રવ્ય ગણિત ધર્મ ચાર ભેદ વખાણના, ધારો મનમાં ભક્તિભાવે ગુણ ગણો ઓળખાણના. ૩ દેવી અંબા બહુ અચંબા પૂરતી ભવિજન ધરે, ભકિતભાવે નેમિ દશાવે સંઘના સંકટ હરે; દોય બાલક દોરા બાહુ અંબ લેબ ધરી કરે, કૂપ પડતાં પુન્ય લધિ સાધી દેવી પદ ધરે. ૪
(રાગ - જિનશાસન વંછિત પૂરણદેવ રસાલ) ગયા શસ્ત્રાગારે, શંખ નિજ હાથ ધરે, કીયો શબ્દ પ્રચારે, વિશ્વ કંપ્ય તિવારે, હરિ સંશય ધારે, એહની કોઈ સારે, જયો જેમકુમારે, બાલશી બ્રહ્મચારે. ૧ ચાર જંબૂદ્ધિએ, વિચરતા જિનદેવ, અડ ઘાતકીખંડે, સુર નર સાથે સેવે; અડ પુષ્કર અરધે, ઘણીપરે વીસ જિનેશ, સંપતિએ સોહે, પંચવિદેહે નિવેશ. ૨ પ્રવચન પ્રવાહણસમ, ભવજલનિધિને તારે, કોહાદિક હોટા, મચ્છતણા ભયવારે; જિહાં જીવદયા રસ સરસ સુધારસ દાખ્યો, ભવિ ભાવ ધરીને, ચિત્તા કરીને ચાખ્યો. ૩ જિન શાસન સાંનિધ્યકારી વિદન વિદારે, સમકિતપ્તિ સુર, મહિમા જાસ વધારે; શત્રુંજયગિરિ સેવો, જિમ પામો ભવપાર, કવિ ધીરવિમલનો શિષ્ય કહે સુખકાર. ૪
(રાગ જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ) ગિરનારવિભૂષણ નિર્દૂષણ સુખકાર, શ્રીનેમિજિનેસર અલવેસર આધાર; પ્રભુ વાંછિત પૂરે દુઃખ ચૂરે નિરધાર, બહુ ભાવે વંદો, રાજિમતી ભરતાર. ૧
For Private And Personal Use Only