________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમેત શિખરે વીશ જિનવર, મુક્તિ પહોતા મુનિવર, ચોવીશ જિનવર નિત્ય વંદુ, સયલ સંઘને સુખકર. ૨ અગ્યાર અંગ ઉપાંગ બારે, દશ પચન્ના જાણીએ, છ છેદ ઝભ્ય પથ્થ અથ્થા, મૂલ ચાર વખાણીએ; અનુયોગ દ્વાર ઉદાર નંદી, સૂત્ર જિનમત ગાઈએ, વૃત્તિ ટીકા ભાષ્ય ચૂર્ણિ, પીસ્તાલીશ આગમ ધ્વાઈએ. ૩ દોય દિશિ બાલક દોય જેને, સદા ભવિયણ સુખકરું, દુઃખહરું અંબા લૂબ સુંદર દુરિત દોહગ અપહરું ગિરનારમંડણ નેમિજિનવર, ચરણ પંકજ સેવીયે, ચઉવિહસંઘ સુપ્રસન્ન મંગલ, કરો અંબાદેવીએ ૪
શ્રાવણ સુદિ દિન પંચમીએ, જખ્યા નેમિનિણંદ તો, શ્યામવરણ તનુ શોભતું એ, મુખ શારદકો ચંદ તો; સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તો, અષ્ટ કરમ હેલા હણીએ, પહોતાં મુક્તિ મહંત તો. ૧ અષ્ટાપદ પર આદિ જિન એ, પહોતાં મુક્તિ મોઝાર તો, વાસુપૂજ્ય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો પાવાપુરી નગરીમાં વળી એ, શ્રી વીરતણું નિરવાણ તો, સમેતશિખર વીસ સિદ્ધ હુઆએ, શિર વહું તેહની આણ તો. ૨ નેમિનાથ જ્ઞાની હુવા એ, ભાખે સત્ય વચન તો, જીવદયા ગુણવેલડી એ, કીજે તાસ જતન તો; મૃષા ન બોલો માનવી એ, ચોરી ચિત્ત નિવાર તો, અનંત તીર્થકર એમ કહે છે, પરહરીએ પરનાર તો. ૩ ગોમેધ નામે યક્ષ ભલો એ, દેવી શ્રી અંબિકા નામ તો, શાસન સાન્નિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તો;
For Private And Personal Use Only