________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપગચ્છ નાયક ગુણનીલોએ, શ્રી વિજયસેનસૂરિરાય તો, બદષભદાસ પાચ સેવતા એ, સફલ કરો અવતાર તો. ૪
રાજુલ વર નારી, રૂપથી રતિ હારી, તેહના પરિહારી, બાળથી બ્રહ્મચારી; પશુ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવળસિરિ સારી પામિયા ઘાતી વારી. ૧. ત્રણ જ્ઞાન સંયુક્તા, માતની કુખે હુંતા, જનમે પુરહંતા, આવી સેવા કરતા અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરતા, મહિયલ વિચરતા, કેવલશ્રી વરતા. ૨. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે, તિહાં જિનવર આવે, તત્વ વાણી સુણાવે. ૩ શાસનસુરી સારી, અંબિકા નામ ધારી, જે સમકિતી નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુસેવાકારી, જાપ જપીએ સવારી, સંઘદુરિત નિવારી, પદને જેહ પ્યારી. ૪
(રાગ-શ્રાવણ સુદી પંચમીએ) જાદવકુલશ્રી નંદ સમો એ, નેમીજિનેસર દેવ તો, કૃષ્ણ આદેશે ચાલીયાએ, વરવા રાજુલનાર તો; અનુક્રમે ત્યાં આવીયાએ, ઉગ્રસેન દરબાર તો, ઇન્દ્ર ઇન્દ્રાણી નાચતા એ, નાટક થાય તેણીવાર તો. ૧ તોરણ પાસે આવીયા એ, પશુઓનો પોકાર તો, સાંભળીને મુખ મરડીયું એ, રાજુલ મન ઉચ્ચાટ તો, આદિનાથ આદિ તીર્થકર એ, પરણ્યા છે બહુનાર તો, તેણે કારણ તમે કાંઈ ડરો એ, પરણો રાજુલનાર તો. ૨ રથ ફેરી સંજમ લીયો એ, ચઢીચા ગઢ ગિરનાર તો, નેમીશ્વર કાઉસ્સગ્ગ રહ્યા , પામ્યા કેવલ સાર તો;
For Private And Personal Use Only