________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાંતિ જિનેસર, શાંતિકરણ ભગવંત, વાંછિત ફલદાયક, નાયક બહુ ગુણવંત, યોગીર જંગમ, નેહે સુરતરૂ દેવ, શ્રી રત્ન વિજયસૂરિ, કરે નિરંતર સેવ. ૧ કોધાદિક વેરી, વિષમ વિદિતા જેહ, તેહના મદ જતી, પોહતા શિવપુર એહ, ઇમ અતિત અનાગત, વર્તમાન જિનરાય, શ્રી રત્નવિજયસૂરિ, વંદે તેમના પાય.૨ શ્રી જિનવર ભાષિત, આગમ વયણ વિવેક, દુર્ગતિ દુખ વારણ, કારણ સુખ અનેક તે સુણતાં લહિયે, શાશ્વત શિવપુર સાર, શ્રી રત્નવિજયસૂરિ, ભાખે તેહ ઉદાર. ૩ શ્રી જિનવર શાસન, ભાસન સુરી પરાણી, દુર્ગતિ દુઃખ ટાળણ, પાલણ સંઘ સુજાણી, સુખ સંપત્તિ સોહે, મોહે ગુણમણી ખાણી, શ્રી રત્નવિજયસૂરિ, પાય નમે નિર્વાણી. ૪
શ્રીનેમનાથ જિન થોચો-૧૨
શ્રી ગિરનાર શિખર શણગાર, રાજીમતી હૈડાનો હાર,
જિનવર નેમકુમાર, પૂરણ કરુણારસ ભંડાર, ઉગાર્યા પશુઆ એ વાર,
સમુદ્રવિજય મલ્હાર; મોર કરે મધુરો કિંકાર, વિચે વિચે કોયલના ટહુકાર,
સહસ્રગમે સહકાર, સહસાવનમાં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવલ સાર,
પહોંતા મુક્તિ મોઝાર. ૧ સિદ્ધિગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર,
ચિત્રકુટ વૈભાર, સોવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર,
જિંહા બાવન વિહાર; કુંડલ ચકને ઇસુકાર, શાશ્વતા અશાશ્વતા ચેત્ય વિચાર,
અવર અનેક પ્રકાર,
For Private And Personal Use Only