________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવનિપતિ સુત ઉચ્છવ કીનો,નામે શાન્તિકુમાર જી, ચક્રીપદ પામી સવિ બદ્ધિ વામી, લીનો સંચમભાર , કરમ ખપાવી કેવલ પામી, પર્ષદા મીલી બાર , સમવસરણ જિનદેશના નાદે, ભવિક લહ્યા ભવપાર જી. ૩ માસ સંલેખન નવસે મુનિશ્ય, મુગતિ શાન્તિનિણંદા જી, સમેતશિખર પર નિવૃત્તિ મહોત્સવ, મીલી કરે ચઉસક્રિ ઇંદા જી; ગરુડચક્ષ નિરવાણી દેવી, સમકિતધર સુરવૃંદા જી, લક્ષ્મીવિબુધનો રામ પર્યાપે, દિઉ સેવક આણંદા જી ૪
સકલ સુખાકર પ્રણમિત નાગર, સાગર પર ગંભીરોજી, સુકૃત લતાવના સિંચન ધનસમ, ભવિજન મન તરૂ કીરોજી; સુરનર કિનર અસુર વિધાધર, વંદિત પાદ અરવિંદોજી, શિવસુખ કારણ શુભ પરિણામે, સેવો શાંતિ નિણંદોજી. ૧ સચલ જિનસેર ભુવન દિસેસર, અલવેસર અરિહંતાજી, ભવિજન કુમુદ સંબોધન શશિસમ, ભયભંજન ભગવંતાજી, અષ્ટ કરમ અરિદલ અતિ ગંજન, રંજન મુનિજન ચિત્તાજી, મન શુદ્ધ જે જિનને આરાધે, તેહને શિવસુખ દિતાજી. ૨ સુવિહિત મુનિજન માન સરોવર, સેવિત રાજ માલોજી, કલિમલ સકલ નિવારણ જલધર, નિર્મલ સૂત્ર રસાલોજી, આગમ અકલ સુપદે શોભિત, ઊંડા અર્થ અગાધોજી, પ્રવચન વચન તણી જે રચના, ભવિજન ભાવે આરાધોજી. ૩ વિમલ કમલ દલ નિર્મલ લોચણ, ઉલ્લાસીત કરે લલિતાંગીજી, બ્રહ્માણી દેવી નિરવાણી, વિઘ્નહરણ કણચંગીજી, મુનિવર મેઘરત્ન પદ અનુચર, અમરરત્ન અનુભાવેજી, નિરવાણી દેવી પ્રભાવે, ઉદય સદા સુખ પાવેજી. ૪
For Private And Personal Use Only