________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિન શાસન સાનિધ્યકારી, ધુરથી મંગલ દુરિત નિવારી,
સેવો શુભ આચારી, કલ્યાણકારી જિનને સેવો, સુરનર પૂજિત શાસન દેવો
વિઘ્ન હરે નિત્યમેવો. ૪ શ્રી શાન્તિજિન થોયો - ૧૧
શાન્તિ સુહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહાર, જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યંચને પણ તારે. ૧ પાસ વીર વાસુપૂજ્યજી, નેમ મલ્લિકુમારી, રાજ્યવિહુણા એ થયા, આપે વ્રતધારી; શાન્તિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી, મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી. ૨ કનક કમલ પગલાં ઠવે, જગ શાન્તિ કરીએ, રાયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યોગાવંચક પ્રાણીયા, ફલ લેતાં રીઝે, પુષ્પરાવર્તના મેઘમાં, મગશેલ ને ભીંજે. ૩ કોડવદન શૂકરારૂટો, શ્યામ રૂપે ચાર, હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ વામ પાણિએ નકુલાલ વખાણે, નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે. ૪
શાન્તિજિનેસર સમરીએ, જેની અચિરામાય, વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુર નગરીનો ઘણી, કંચન વરણી કાચ, ઘનુષ ચાલીશ દેહડી, લાખ વરસનું આય. ૧ શાન્તિજિનેસર સોલમા, ચક્રી પંચમ જાણું, કુંથુનાથ ચક્રી છઠ્ઠા, અરનાથ વખાણું; એ ત્રણે ચક્રી સહી, દેખી આણંદુ, સંજમ લઇ મુગતે ગચા, નિત્ય ઊઠીને વંદુ. ૨ શાન્તિજિનેસર કેવલી, બેઠા ધર્મ પ્રકાશે, દાન શીયલ તપ ભાવના, નર સોચ અભ્યાસે;
For Private And Personal Use Only