________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
*************** ૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એહ વચન જિનજી તણાં, જેણે હિયડે ધરીયાં, સુણતાં સમકિત નિર્મલા, નિશ્ચે કેવલ વરીયા. ૩ સમેતશિખરગિરિ ઉપરે, જેણે અણસણ કીધાં, કાઉસ્સગ્ગ ધ્યાન મુદ્રા રહી,જેણે મોક્ષ જ સિધ્યાં; જક્ષ ગરૂડ સમરું સદા, દેવી નિરવાણી, ભવિક જીવ ! તુમે સાંભળો, ૠષભદાસની વાણી. ૪
3
વંદો જિન શાંતિ, જાસ સોવન કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ; દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક-સંતાપ-વાંતિ. ૧
દોય જિનવર નીલા, દોય ધોળા સુશીલા, દોય રક્ત રંગીલાં, કાઢતાં કર્મ કીલા; ન કરે કોઈ હીલા, દોય શ્યામ સલીલા, સોળ સ્વામિજી પૌલા, આપજો મોક્ષલીલા. ૨
જિનવરની વાણી, મોહ-વલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણી; અરથે ગુંથાણી, દેવ મનુષ્ય પ્રાણી, પ્રણમો હિત આણી, મોક્ષની એ નિશાણી. ૩ વાગેશ્વરી દેવી, હર્ષ હિયડે ઘરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરેવી; જે નિત્ય સમરેવી, દુઃખ તેહના હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ ખેવી. ૪
૪
શાન્તિનાથ ભજો ભગવંત, આઠ કરમનો કીધો અંત, જિન પામ્યા શિવપુરીનો વાસ, ભવિજનની તે પૂરો આશ. ૧ ૠષભાદિક જિન ચોવીશ, દુર્જય મન્મથ મર્દન ઇશ, ભવિકમન વિકાશ્યું ચંદ, તે નમતાં મુજ હોય આનંદ. ૨ આગમ ભાખ્યો અરિહંત તો, તે નમતાં મુજ ઉલટ ઘણો, ભણે ગણે જે ભાવે કરી, તે પામે નિશ્ચે શિવપુરી. ૩ શાન્તિનાથ શાસસની સૂરિ, વિઘન નિવારે બહુગુણ ભરી, ચઉંવિહ સંઘની સુખકર સદા, પભણઇ દેવવિજય કવિ મુદ્દા. ૪ +++++++•
For Private And Personal Use Only