________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવા જિનવર સેવતાં એ, પાતક સરવે જાય તો, મુનિ હુકમ તસ ધ્યાનથી એ મનવંછિત તસ થાય તો. ૪
શ્રી સુમતિનાથ જિન થાય-૧)
મોટા તે મેઘરથ રાચ રે, રાણી સુમંગલા સુમતિનાથ જિનજનમિયા એ, આસન કંપ્યું તામ રે હરિ મન કંપીયા અવધિજ્ઞાને નિરખતા એ, જાણી જન્મ નિણંદ રે ઉડ્યા આસન થકી સાત આઠ ડગ ચાલીચા એ, કરજોડી હરિ તામ રે કરે નમુત્યુર્ણ સુમતિનાથના ગુણ સ્તવે એ. ૧ હરિનિગમેષિ તામ રે ઇન્દ્ર તેડીયા ઘંટ સુઘોષા વજડાવીયા એ, ઘંટા તે બત્રીશલાખ રે વાગે તે વેલા સુરપતિ સહુ કો આવીયા એ, રચ્યું તે પાલક વિમાન રે લાખ જો જનતણું ઉંચું જોજન પાંચસે એ, હરિ બેસી તે માંહે રે આવે વંદવા જિમ રૂષભાદિક વંદીયા એ. ૨ હરિ આવે મૃત્યુલોક રે સાથે સુર બહુ કેતા ગજ ઉપર ચડ્યા એ, ગરૂડ ચડ્યા ગુણવંત રે નાગ પલાણીઆ સુર મલી જિનઘર આવીયા એ, ત્રણ પ્રદક્ષિણા દેઇ રે પ્રણમી સુમંગલા રત્નકુખ તારી સહી એ, જગ્ગા સુમતિ નિણંદ રે ત્રણ જ્ઞાન સહિત ધન્ય વાણી જિનજી તણી એ. ૩ પંચ રૂપ કરી હાશ રે ઇન્દ્ર તેડીયા ચામર વિંઝે દોચ હરિ એ, એક હરિ છત્ર ધરંત રે વજ કરે ગ્રહી એક હરિ આગળ ચાલતા એ, આવ્યા મેરૂને શૃંગ રે પાંડુકવન જિહાં નવરાવી ઘર મૂકીયા એ, ચક્ષ તુંબરુ દેવ રે મહાકાલી ચક્ષિણી, ગટષભ કહે રક્ષા કરો એ..૪
શ્રી શીતલનાથ જિન સ્તુતિ-૧ શ્રી શીતલ જિન શીતલકારી, ભવિજનને મન ભાયજી, શાંત સુધારસ નયન કચોલા, કનક સુકોમલ કાચજી, દસરથ રાય સુત નંદા નંદન, પ્રણમે સુરનર પાયજી, જન્મ જરા મરણ તાપ સમાવા, અહર્નિશ ગુણગણ વાચજી. ૧
For Private And Personal Use Only