________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K ૮૮ બનીને શ્રી વિજયપ્રભસૂરીસર રાયા, મણિવિજયબુધ પ્રણમી પાયા,
રત્નવિજય ગુણ ગાયા. ૪
(રાગ - શ્રી શત્રુંજયતીરથસાર) વિમલાચલ તીરથનો રાચા, સુરનર પ્રણમે જેહના પાયા,
દીઠે દુરિત પલાયા, શત્રુંજામહાતમ ષભિજન આયા, પુંડરીક પાંચ કોડી, સાહુ સુહાયા
ધ્યાન ધરી સિધાયા, તિર્યંચગણ જે પાપે ભરિયા, તે પણ શેત્રુંજે હેજે તરિયા,
ઇમ બહુ શિવપુર વરીયા, સકલસુરાસુર પૂજિત કાયા, ભવિજન ભાવે એ ગિરિ ધ્યાયા,
તેહના મન વંછિત થાયા. ૧ તાતવાણી સુણી ભરતજી રાચા, સંઘ લેઇ સિદ્ધાચલ આયા,
ઊલટ અંગ ભરાયા, શેત્રુજે કનક પ્રાસાદ કરાયા, મણિમય આદિ જિન અપાયા,
ત્રિભુવન નામ રખાયા સુનંદાસુમંગલા મરુદેવીમાયા, બ્રાહ્મી સુંદરી બહિની નવ્વાણું ભાયા,
શેત્રુંજે તસ બિંબ ભરાયા, અતીત અનાગત તીરથરાયા, વર્તમાન જિન વંદુ પાયા,
વિહરમાન ચિત્ત ધ્યાયા. ૨ રાયણરુખ તળે સુર નરરાચા, રચીચ સમોસરણ સુખદાચા,
તિહાં બેઠા જિનવરરાજા, ઇંદ ચન્દ્ર કિન્નર ચાર નિકાયા, બારે પર્ષદા અરથ સુણાયા,
સૂત્ર રચે ગણધર રાયા, અંગ ઇગ્યાર ઉપાંગ દશ દોયા, નંદી અનુયોગ મૂલ ચારે હોય,
છ છેદ વિશેષ જોવા, દશ પન્ના મૂળસૂત્ર સુણાયા, ભકિલોકને બહુ ફળદાયા,
સાંભળતાં પાપ ગમાચા. ૩
For Private And Personal Use Only