________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**********
For Private And Personal Use Only
८७
જેહને સેવે ચોસઠ ઇંદ, નાભિરાયા કુલકમલદિણંદ,
મરુદેવાનો નંદ, જેહને જીત્યો મોહ દિણંદ, ટાળ્યો દુઃખ દોહગનો દંદ, મોહનવલ્લીકંદ, જેહને નામે હોય આણંદ, ધ્યાવે શ્રી વિજયપ્રભસૂરિંદ, પૂજે નરના વૃંદ. ૧ વિદ્રુમ સરીખા જિનવર દોય, દો નીલા દો ઉજ્જવલ દોચ, કાલા જિન દો હોય, કંચનવરણા સોલ અરિહંતા, એ ચોવીશે જગ જયવંતા, રાગાદિકના હતા, વિહરમાન વંદુ જિન વીશ, જેહની જગમાં અધિક જીશ, ત્રિભુવન કેરા ઇશ, તીરથ સ્થાનક પ્રતિમા જેહ, વંદે શ્રી વિજયપ્રભસૂરિદ તેહ, આણી અધિક સસ્નેહ. ૨ સમવસરણ બેઠા જિન રાજે, દેવદુંદુભિ આકાશે વાજે, નાદે અંબર ગાજે, વાણી વરસે જિમ જલધાર, સુણવા આવે પર્ષદા બાર, આણી હર્ષ અપાર, ત્રિપદી ભાખે જગદાધાર, ગણધરરચના કરે ઉદાર, આગમ અરથ વિચાર, અમૃતથી અધિકી જિનવાણી, શ્રીવિજયપ્રભસૂરિંદ વખાણી, ભાવે સુણો ભવ્ય પ્રાણી. ૩ ગજગતિ ચાલે ચલે ચમકતી, ચરણે નેઉર રણરણકંતી, કટિમેખલ ખલકુંતી, હિયડે નવસરહાર વિશાલ,કાને કુંડલ ઝાકઝમાલ, બોલે વચન રસાલ;
1
ચક્કેસરી દેવી કરે ચક્રધાર, શત્રુંજયની સેવા સાર, સંઘના દુરિત નિવાર,
***************