________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F
+++++++++++++++++++++
ચંદ્રાનન વારિપેણ વર્ધમાન, ઋષભ આનંદી વલી કહીયે જી, એ છઠ્ઠુ જિનનાં ગુણ ગાતાં, શિવરમણી સુખ લહીયે જી. ૨ અગ્યાર અંગ ને બાર ઉપાંગ, છ છેદ ગ્રંથ કહીએ જી, ચૌદપૂરવ ને દશપયજ્ઞા, મૂળસૂત્ર ચાર લહીયે જી, દૂર્ગતહરણી સંપત્તિકરણી, શિવમંદિર નિસરણી જી, જિનની વાણી અમૃત પાણી, સુણો ભવિકા ભાવ આણીજી. ૩ પાટ પટ્ટધર શુદ્ધપ્રરૂપક, શ્રીવિજયદેવ ગણધાર જી, ગોમુખયક્ષ ચક્કેસરીદેવી, તેહના વિઘન નિવારે જી; વીરવિજય જ્ઞાન વિજયતણો શિષ્ય, બોલે આણંદ આણીજી, સંઘવિજયને વંછિત દેજો, કવડજક્ષ સુણો વાણી જી. ૪
ko
(રાગ : આદિ જિનવર રાયા)
સવિ મળી કરી આવો, ભાવના ભવ્ય ભાવો, વિમલગિરિ વધાવો, મોતીયાં થાળ લાવો; જો હોય શિવ જાવો, ચિત્ત તો વાત ભાવો, ન હોય દુશ્મન દાો, આદિ પૂજા રચાવો. ૧ શુભ કેશર ઘોલી, માંહે કપૂર ચોલી, પહેરી સિત પટોલી, વાસીયે ગંધ ઘોલી; ભરી પુષ્કર નોલી, ટાલીયે દુઃખ હોલી, સવિ જિનવર ટોલી, પૂજીયે ભાવ ભોલી. ૨ શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર, વલી મૂલસૂત્ર ચાર, નંદી અનુયોગદ્વાર; દશપયન્ના ઉદાર, છેદ ષવૃત્તિ સાર, પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિર્યુક્તિ સાર. ૩ જય જય જય નંદા, જૈન દૃષ્ટિ સુરીંદા, કરે પરમાનંદા, ટાલતા દુઃખદંદા; જ્ઞાનવિમલસૂરી દા, સામ્ય માકંદ કંદા, વર વિમલ ગિરિંદા, ધ્યાનથી નિત્ય ભટ્ટા. ૪ ૧. ભાજન વિશેષ, ૨. સમતા રૂપી આંબો, ૩.કલ્યાણ
(રાગ- શ્રી શત્રુંજયતીરથસાર)
શેત્રુંજે શ્રીૠષભજિણંદ, જિનમુખ સોહે પૂનમચંદ,
પેખિયે પરમાનંદ,
******************
For Private And Personal Use Only