________________
Shri Mahavir Jain Aradhana Kendra
+++++++++
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ : ત્ર્યાસી લાખ પૂરવ ઘરવાસે) શ્રીશેત્રુજે આદિજિન આયા, પૂર્વ નવ્વાણું વારો જી, અનંત લાભ તિહાં જિનવર જાણી, સમોસર્યા નિરધારો જી; વિમલિગિરવર મહિમા મોટો, સિધ્ધાચલ ઇણે ઠામો જી, કાંકરે કાંકરે અનંતા સિદ્ધા, એકસો આઠ ગિરિ નામો જી. ૧
* ૮૫
પુંડરિક પર્વત પહોળો કહીયે, એંસી જોજન માન જી, વીશ કોડસું પાંડવ સિદ્ધા, ત્રણ કોડસું રામ જી; શાંબ-પ્રધુમ્ન સાડી આઠ કોડ સિદ્ધા, દશકોડ વપરિષેણ જાણજી, પાંચ કોડર્સ પુંડરીક ગણઘર, સચલ જિનની વાણ જી. ૨ સયલ તીર્થનો રાજા એ વલી, વિમલાચલ ગિરિવરીયે જી, સાત છઠ્ઠ દોચ અઠ્ઠમ કરીને, અવિચલ પદવી લહીયે જી; છ'રી પાલી જાત્રા કરીયે, કેવલકમલા વરીયે જી, સકલ સિદ્ધાન્તનો રાજા એ વલી, તીર્થ હૃદયમાં ધરીયે જી. ૩ શ્રી સિદ્ધક્ષેત્ર શેત્રુંજે જાણું, શ્રીઆદિસરરાયા જી, ગોમુખ જક્ષ ચક્કેસરીદેવી, સેવે પ્રભુજીના પાયા જી; શાસનદેવી સમકિતધારી, સાંનિધ્ય કરે સંભારી જી, રંગ વિજય ગુરુ ઇણિપરે જંપે, મેરૂવિજય જયકારી જી. ૪
(રાગ : વીરજિનેશ્વર અતિ અલવેસર) સીમંધરને પુછે ઇંદા, વિનતડી અવધારો જી, ભરતક્ષેત્રમાં વડુ કુણ તીરથ, મુજને નિરધારો જી; વલતું શ્રી જિન મુખે ઇમ ભાખે, સુણ ઇંદા મુજ વાત જી, સકલ તીરયમાં શ્રીશેત્રુંજો, તિહાં ભરતેસર તાત જી. ૧
અતીત અનાગત ને વર્તમાન, બહોત્તેર જિનવર વંદુ જી, વિહરમાન જિન વીસ વંદુ ભવની કોડી નિકંદુ જી;
For Private And Personal Use Only
+++++++++++++]