________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪++++++++++++++++
ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશૂરામાં મુનિવર મહંત, શત્રુંજયગિરિ ગુણવંત. ૧
ૠષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભ સુખકંદા, શ્રી સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવો બહુબુદ્ધિ, વાસૂપૂજ્ય મતિ શુદ્ધિ, વિમલ અનંત ધર્મજિન શાન્તિ, કુંથુ અરમલ્લિ નમું એકાન્તિ, મુનિસુવ્રત શુદ્ધ પાન્તિ, નમિ તેમ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન તેવીશ, સિદ્ધિગિરિ આવ્યા ઇશ. ૨ ભરતરાય જિન સાથે બોલે, સ્વામી શત્રુંજયગિરિ કુણ તોલે ? જિનનું વચન અમોલે, ઋષભ કહે સુણો ભરતજીરાય, છ'રી પાલંતા જે નર જાય, પાતિક ભૂક્કો થાય; પશુ પંખી જે ઇણગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે, અજરામર પદ પાવે, જિનમતમેં શેત્રુંજો વખાણ્યો, તે મેં આગમ દિલમાંહે આણ્યો, સુણતાં સુખ ઉર ઠાણ્યો. ૩ સંઘપતિ ભરત નરેસર આવે, સોવનતણાં પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ હાવે, નાભિરાયા મરૂદેવી માતા બ્રાહ્મી સુંદરી બેન વિખ્યાતા, મૂર્તિ નવ્વાણું ભ્રાતા; ગોમુખ યક્ષ ચક્કેસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી, તપગચ્છ ઉપર હેવી, શ્રી વિજયસેનસૂરીશ્વર રાયા, શ્રી વિજયદેવ ગુરુ પ્રણમી પાયા,
ૠષભદાસ ગુણ ગાયા. ૪
++++++++++++++++++
For Private And Personal Use Only