________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોવન ડુંગર ટુંક રૂપાની, અનુપમ માણેક ટુંક સોનાની,
દીએ દેરા દધાની, એક ટુંકે મુનિ અણસણ કરતા, એક ટુંકે મનિ વ્રત તપ કરતા,
એક ટુંકે ઉતરતા; સૂરજકુંડ જલ અંગ લગાયો, મહિપાલનો કોઢ ગમાયો,
તેને તે સમુદ્ર નિપાયો, સવાલાખ શત્રુંજય મહાતમ, પાપતણી તિહાં ન રહે રાતમ,
સુણતાં પવિત્ર આતમ. ૩ રમણિક ભોંયરુ ગઢ ઢીચાલો, નવખંડ કુંમર તીર્થ નિહાલો,
ભવિજન પાપ પખાલો, ચોખાખાણ ને વાઘણપોળ, ચંદનતલાવડી ઉલખા જોળ,
કંચન ભરો રે અંઘોળ; મોક્ષબારીનો જગ જશ મોટો સિદ્ધિશિલા ઉપર જઈ લોટો,
સમકિત સુખડી બોટો, સોના ગભારે સોવન્ન જાળી, જારો જિનની મૂર્તિ રસાલી,
ચક્કેસરી રખવાલી. ૪
શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરું ઉદાર,
ઠાકુરરામ અપાર, મંગમાંહે નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું,
જલધર જલમાં જાણું પંખીમાંહે જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ બદષભનો વંશ,
નાભિ તણો એ અંશ..
For Private And Personal Use Only