________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
બરાસ કસ્તુરીની વાર્તા
*
* * * * ૧
ને પરદેશ ગયે ભરથાર, ભરજોબન દીઠી ભામની, તેણે લલચાયું ત્યાં મન; મને કહ્યું આ કોણ છે, એને દીધું આલીંગન મેં કહ્યું એ નારી પારકી, એને પરદેશ ગયો ભરથાર; તે શાહુકાર જાણી સોંપી ગયે એ આપણે નહીં વહેવાર, ત્યારે રીસ મુજ ઉપર કીધી ઘણું, દીધી અટકી ગાળ; ભોગવું છે એહ ભામની મને એ ઉપર બહુ ખ્યાલ. મહારૂ કહ્યું માન્યું નહીં, ને કીધે તે શું જાર; પછી સવારે ઉઠી જોયું સહી. તે નથી એ સેજમાં ભરથાર. બારણું ઉઘાડયાં ઓરડા તણાં, નહી ત્યાં પેલી નાર શું જણીયે તે શું થયું, કયાં ગયાં રાંડને સાંડ. સસરાછ સાચું કહું, સાચે સાચી વાત; સાસુએ સાચું માનીયું, પછે ઘસવા માંડયા હાથ. તે નારી લેઈ જતો રહે, હવે શી થાશે પેર; દીકરાએ દુઃખ દીધું ઘણું, મેહે કીધે કેર. હાય હાય હવે શું કરૂ, એમ શીવદત કરે રૂદન; એ વહુનું કહ્યું ન માનીયું, એહ મુરખ તન. ડાટ વાળ્યોરે દીકરા, અણઘટતું કીધું કામ; સઉ લેકને જવાબ શું દઉં, વહેપારી આવ્યા આ ઠામ. હવે ક્યાં જાઉં ને કયાં રહું, એમ કહી. કુટે છાતીને શીશ; રવા લાગ્યા ડોસલે, પાડીને બહુ ચીસ. જુલમ કરે રાતમાં, હવે શી થશે પિર; કાલે તે કંથ આવશે, વધુ માગવાને ઘેર. હવે ઝેર ખાઈને હું મરૂ, કે જળમાં જઈ ઝંપલાઉં. કંઠે ફસે ઘાલી મરૂ, કે હાથે વિખ ખાઉં.
છપે–ગયે વિદેશ જન, કુશળ કોઈ એકદીન આવે ગઈ આવે છે નાર, ગયેલું ધન પણ આવે. એ અવસર કે કાજો. શામળભટ સાચું કહે, ગુણ લાખેણે બે લાજને.
ચોપાઈહવે લાજ તે માહરી જશે, અરે વહુ હવે શી વલે થશે; આજ દિન સુધી હું તે નર્યો, દિકરાથી હું નવ ઠર્યો.
For Private And Personal Use Only