________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસકસ્તુરીની વાર્તા. (૭) સમર્યા શ્રી ભગવાન, તુહીતુહી એમ ધરે છે ધ્યાન. તું મને ઉગારે શામ, સમુદ્રમાં પથ્થર તાર્યા રામ. તું જળને સ્થાનિક સ્થળ કરે, ને સ્થળને રથાનક જળ ધરે. એમ સાત દીન ને સાત રાત, દુઃખ વડયું રાજાની જાત, આઠમો દિવસ થશે એટલે બેટ એક આવ્યો તેટલે, લાકડું તણાઈને આવ્યું તહાં, જ્યાં બેટ એક છે જહાં બેટ ઉપર નહી કે જન, એકલે જઈ ઉભો રાજન. ચારે પાસ જળ દેખાય. ઉપર તે વાદળ જણાય. હા કસ્તુરાવતી કયાં ગઇ, મહારી આ ગતી શી થઈ. કયાં ગયે મારો પ્રધાન, જે ગુણ સ્વભાવે ગુણવાન, હવે હું ક્યાં જઈને હું આ બેટ ઉપર તે શું ખાઉં જવાળનું પાણી આવશે જેટલે, બેટ ઉપર ફરી વળશે તેટલે; કાણું હવે મને રાખણહાર, એમ ચિંતા કરે રાજકુમાર એમ બાપડે સઘળે ફરે, કસ્તુરાવતીનું ધ્યાન ધરે; માહારી રાણી તે કયાં ગઈ, એ રતન હાથે છાવું નહી. હાય મેં જુઠો કર્યો વિચાર, પરપંચે પરણ્ય હું નાર; મેં જાણ્યું મારી થઈ નાર, હવે એ નારી કયાં જનાર. મેં પેલા ભવની વાતજ કહી, ત્યારે મુને પરણુ સહી પિલા તપશીએ મેણું દીધું જેમ, કસ્તુરાવતીને પરણ્ય તેમ, હું પર પરપંચે કરી, ગઈ જેતા માટે સુંદરી; મેં જાણ્યું તપશિીને લાગું પાય, દેખાડું કસ્તુરાવતી કન્યાય. મારું ધાર્યું તે કયાં ગયું, ઈશ્વરનું ધાર્યું આગળ થવું; એમ કહીને કરે રૂદન, કેણિ સાંભળે તેનું વચન.
છોકર્સે વશ સંસાર, કમેં કીરતારજ ચાલે; મેં ડહાપણ ચાતુરી, કર્મથી ગામમાં મહાલે; કર્મથી મળે શુભ નાર, રાજ પણ કર્મથી પામે; કર્મથી ગુણ લક્ષણ, દુખ સૌ કર્મથી વાકે,
For Private And Personal Use Only