________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{w )
બરાસ કસ્તુરીની વાતો.
વચન, શું દુઃખ પડયું છે રવામિન. આવડું દુઃખ થયું શા માટે, શા મનમાં થયો ઉચ્ચાટ; તારે રાજા કહે સાંભળરે નાર, મારા દુઃખને નહિ આવે પાર. માબાપ અમારા દુર રહાં કઈ, સુંદરી અર્થે આવ્યા અહિં તે મારા વિજોગે તજશે પ્રાણ. વાત કરતામાં થાશે હાણ. મારી જે પ્રભાવતી માત; તે અમ વગર જીવે નહિ જાત, તે મુને સાંભળ્યાં મા ને બાપ, તેથી દુઃખ ધરૂંછું આપ.
હા–નારી કહે દુઃખ કાં ધરે, કહું મારા બાપને વાત; ચેતાવું મારી માતને, હું આવું તમારી સાથ. કસ્તુરાવતી તહાંથી પરવરી, જ્યાં પિતાને તાત; વાત કીધી વા તણી, જ્યાં પિતાની માત. તારે માત તાત હરખાં ઘણું, પુત્રી તતપર થાઓ, સાતમે જોજનનું વિમાન છે, તેમાં બેસીને જાઓ. પ્રાણધર આપણું ઘર વિષે, રાખ્યો કરી જતન; તેની પાસે વિમાન છે, તે જાય સાતમે જોજન. પુત્રી પધારે સાસરે, એમ કહીને માતા રોઈ, એસાડી ચુંબન કરે, ફરી ફરી સામું જોઈ. નમણાજમણી તું થજે, રાખજે કુળ વહેવાર; ગરમ થતી નહી દીકરી, નરમ થઈ રાખજે ભિાર. દીકરી તે ધન પારણું, વસાવે પારકું ધામ; અમે પાણીથી મેટી કરી. તે બરાસરાયને કામ. પછી જવાની સજઈ કરી, રાજા એલ્યો તે વાર; પ્રાણધરને બેલાવીઓ, કહ્યું તમે થાઓ તૈયાર વિમાન તમારું સજ કરે, પુત્રી જમાઇને કાજ; એના માબાપને સપિ જઈ જ્યાં ચિત્રસેન મહારાજ. ત્યાં પ્રણામ કહેજે માહરા,
જ્યાં ચીત્રસેન ભુપાળ, અમ ભાગ્ય શું વખાણીએ, કુંવરી પરણી તમ બાળ.
ચોપાઈ–કસ્તુરાવતી બેલી વચન સાંભળીએ મહારાસ્વામી
For Private And Personal Use Only