________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
(૪)
થઈ રહ્યો જેજેકાર. પીઠી ચોળી પ્રીતશું, નારી મંગળ ગાય; ઢેલ ધમકાર વાજતે, રાજા પરણાવવા જાય. સાબેલા ભલી ભાતના, બરાસરાય એ સ્વાર, નાહનું મોટું નગરનું, જોવા ચાલ્યાં નરનાર. કોઈ મેહેલે કેઈ માળીએ, કોઈ દેખે નીજ દ્વાર; કોઈ ઓટલે કઈ બારીએ, કોઈ ઘરમાં કોઈ બહાર.. મુખ જોઈ હરખે સહુ, બંને સરખી જેડ, સરવે લક્ષણ પૂર્ણ સહી, કશી વાતમાં નહિ ખોડ. મંડપે વર આવીઓ, સાસુજી પેખે આંક; કુમકુમ તિલક ભાલે કર્યું, પંખી તાક્યું નાક, માહ્યરામાં પધરાવીયા, વિપ્ર ભણે સાવધાન; કપુરસેન રાજા સહી, આપે કસ્તુરાવતીનું દાન, હરખ ઘણે આપે થયે. નરનારી રળી આત; પરણી ઉઠયાં બંને પ્રીતશું, વધાવે સરવે સાય. ગોત્રજની પૂજા કરી, વિપ્રને લાગ્યાં પાય; ત્યાં દાન દીધાં અતિ ઘણું, માનુની મંગળ ગાય. ખાન પાન અદકાં કર્યા, ભેજન કરાવ્યું ગામ; વાજતેગાજતે લાવીયા, વહુવરને તે ઠામ. એક મેહેલ આ રાયજી, પુત્રીને રહેવા કાજ; સેવક આપ્યા શોભતા; તેમાં રહ્યા પતે રાજ ત્યાં ખાન પાન કરે ખંતથી, કરે મનગમતે ભોગ; બંને તે સુખ ભોગવે, રૂડે કરે સંજોગ. રાજસભામાં આવે સહિ, ત્યારે રાજા દે બહુ માન; આદરમાન સર્વે કરે; રાજા સયત પ્રધાન
પાઈ એમ રોજ સભામાં આવે જાય રાજને મન હરખ ન માય; એમ કરતાં વરસ થયાં છે ત્રણ, ત્યારે રાજાએ વિચાર્યું મન. એક દિવસ બેઠાં નર ને નાર, હાસ્ય વિનોદ કરે અપાર; ત્યારે રાજાને સાંભળ્યાં માબાપ, ઘણું દુઃખ પામ્યા તે આપ ને વહી આંસુની ધાર, નિસાસા મુકે અપરંપાર, ત્યારે નારી બોલી
For Private And Personal Use Only