________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, સ્ત્રીરોગે ઇત્યાદિની સમજૂત તથા તેના ઉપાયે અને ધાતુ ઉપધાતુઓનું શોધન ઈત્યાદિ આપ્યું છે. તે સર્વ રોગ ઉપર સ્વર્ગસ્થ લેખકે જાતે અજમાવેલા, અનુભવેલા, આયુર્વેદમાં લખેલા તથા તેમણે નવા શોધેલા અને ગુરુપરંપરાથી મળેલા ઉપાયો પણ આપ્યા છે. એ સિવાય રોગની ચિકિત્સા, દવાઓની બનાવટ ઈત્યાદિ બાબતો પણ બહુ જ સરળ રીતે અપાઈ છે. એટલે આશા છે કે, વાચકબંધુઓને આ ગ્રંથ ઉપગી થઈ પડશે.
ચાલુ વર્ષ માં “વિવિધ ગ્રંથમાળામાં” મનુસ્મૃતિ, આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧લો તથા રજે અને આ આયુર્વેદ નિબંધમાળા ભાગ ૨ જે-(ચાલુ) મળીને કુલ પૃષ્ઠ ૧૭૯૨ અપાયાં છે. એટલે બાકી રહેલાં શુમારે ૩૦૮ પાનનું પુસ્તક હંમેશની જેમ ગ્રાહકોને નવા વરસન લવાજમ માટે વી. પી. થી મોકલી અપાશે. એ વિષેની સૂચના અહીં નીચે “ વિવિધ ગ્રંથમાળાના ગ્રાહકે પ્રત્યે” એ મથાળા નીચે અપાઈ છે, તે તરફ ગ્રાહકબંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે.
આ ગ્રંથ લખવાને ઉદ્દેશ તથા બંને ભાગનાં લેખકનાં નિવેદને “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લો તથા ૨ જા”માં આપેલાં છે; તે તે વાંચી જવા વાચકબંધુઓને વિનતિ છે.
આ પછીનાં પૃષ્ઠોમાં અનુક્રમણિકા અને તે પછી શુદ્ધિપત્ર પાન ૧૨ ઉપર છપાયું છે, તે તરફ વાક બંધુઓનું ધ્યાન દોરીરઃ સત્રતા સંવત ૧૯૯૭,
–ખરાબ ભિક્ષુ અખંડાનંદ ભાદરવા વદ ૧૪ ઈ
For Private and Personal Use Only