________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયરોગ
૭૩૧
-
e
e
,
'
. .
.
.
.
.
-
-
-
- -
-
ગાંઠને અંતરવિદ્રધિના નામથી ઓળખવી પડે છે; કારણ કે શરી૨માં રહેલાં એકસો ને સાત મર્મસ્થાને પૈકી સાંધાઓમાં અથવા ગળું, ખભા, હૃદય, વાંસ, ડેક, હાથ, ગુદા, હાથપગના સાંધાઓ તથા વૃષણ ઇત્યાદિકમાં તેમાંના એકાદ ભાગમાં કલેદન કફને લીધે શરીરના કોમળ ભાગમાં રસધાતુ મિશ્ર થઈ, વાયુના અતિવેગથી ગાંઠ (વિદ્રધિ) બનાવે છે. આથી શરીરના કોમળ ભાગ એટલે મમસ્થાન ભેદાયાથી તે સ્થાનને આત્મા તે સ્થાનને છોડી દે છે અને ત્યાં જેત ઉત્પન્ન થાય છે એટલે તે રેગી હરતાંફરતાં, ખાતાંપીતાં તુરત મરણ પામે છે. પાંચ પ્રકારના હૃદયરોગ પૈકી કઈ પણ પ્રકારના હૃદયરોગમાં હૃદયમાં જે ગાંઠ બંધાઈ હોય તે તેની ચિકિત્સા કરવી નહિ, પરંતુ હૃદયમાં અસહા શૂળ મારતું હોય તો મૃગશંગ પુટપાક એક વાલ ઘી સાથે ચટાડે તેથી શૂળ તરત બેસી જાય છે. એકંદરે હૃદયરોગ ઉપર અજુનાસાવ ઘણું સરસ કામ કરે છે. એ અનાસવ નીચે પ્રમાણે બનાવ.
અનાસવર-અર્જુનસાદડાની છાલ દશ રતલ, કાળી દ્રાક્ષ પાંચ રતલ અને મહુડાં બે રતલ એ ત્રણેને આઠ મણ પાછું મૂકી ઉકાળવાં. જ્યારે એક મણ પાણી બાકી રહે ત્યારે ધાવડીનાં ફેલ બે રતલ તથા ગેળ દશ રતલ નાખીને મેળવીને વાસણમાં ભરીને એક મહિના સુધી રહેવા દેવું; એટલે અનાસવ અથવા અજુનારિષ્ટ તૈયાર થાય છે. એ આસવ દિવસમાં બે વાર રેગીને અનુકૂળ પડતા ખોરાક ખવડાવ્યા પછી ઓછામાં ઓછા એક તેલે અને વધુમાં વધુ ચાર તોલા સુધી આપવાથી, હૃદયના તમામ રેગ તથા ફેફસાંમાં આવેલા સોજા વગેરેને મટાડે છે. આ આસવ બનાવતાં સાવધાની એટલી રાખવાની છે કે, દર અઠવાડિયે એને તપાસતા રહેવું. એટલે એની અંદરના પદાર્થો જે છારીના રૂપમાં ઉપર આવી થર બંધાયો હોય તે કાઢી નાખો,
For Private and Personal Use Only