________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
-
-
-
-
-
રોગી કે જે દારુ પીવાથી ભાંગ પીવાથી કે અત્યંત ગાંજો પીવાથી ગાંડા થઈ ગયા હોય તે સારો થઈ જાય છે.
પ૨. ધમપત્તના-કાળાં મરીને જેટલાં વટાય તેટલાં ઝીણ વાટી ગોળ મેળવીને વટાણા જેવડી ગોળી કરવી. તેમાંથી બબ્બે અથવા ત્રણ ત્રણ ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી મગજના એટલે ઉદાનવાયુ બગડવાથી થયેલા વ્યાધિઓ જેવા કે હેડકી, ગળાને શેષ, મુખનું વિરસપણું, માથાને દુખાવે અને આક્ષેપક વાયુ એટલે આંકડી અથવા ખેંચને મટાડે છે.
૫૩. નાગરાદિ ગુટિકાદ-સૂંઠ, મરી, પીપર અને પીપળીમૂળ સમભાગે લઈ, ખાંડી વસ્ત્રગાળ કરી ગોળમાં ચણા જેવડી ગળી વાળવી. તેમાંથી બબ્બે અથવા ત્રણ ત્રણ ગોળી, સવારસાંજ ખાવાથી હાથપગની નસ ખેંચાઈ વંઠ આવતા મટે છે.
૫૪. રાતે મલમ-વિલાયતી ગમના મલમની લાકડી આવે છે તે લાવી, તેના પરનો કાગળ ધેાઈ સાફ કરી, ઊંચી જાતનું સિંદૂર (તે મલમ અર્થે રતલ હોય તે) ૦ રતલ લેવું. પછી આપણે હાથે તેલ ચોપડી ગમના મલમને ફીણુ. ફીણતા જવું અને જરા જરા તેલ લેતા જવું તથા તે મલમને સિંદૂરમાં બળતા જવું. એ રીતે ફીણતાં ફીણતાં તમામ સિંદૂર તેમાં સમાવી દેવું. પછી તે મલમની પટ્ટી મારવાથી છાતીના દુખાવા, પાંસળાનાં શળ અને ખાસ કરીને કમરનાં શુળ અથવા કમર રહી ગઈ હોય તેને મટાડે છે. એ મલમની પટ્ટી મારવાથી ગાંઠને બેસાડી દે છે અથવા પકવી ફાડીને રુઝાવી નાખે છે.
ઉપલા મલમની બીજી રીતઃ-કાએ હિંગળક તેલા ૪ બારીક વાટી, ઉપરની રીત પ્રમાણે ગમન મલમમાં મેળવી તે મલમની પટ્ટી મારવાથી, વાયુથી દુઃખતા સાંધા મટાડે છે અને કઈ પણ ગાંઠને પકવી કેડી તથા રૂઝવી નાખે છે.
શળ
મટાડે છે. જે આઝાવી ના
હિગળે
તે
For Private and Personal Use Only