________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચૂરણ રોગાના ઉપાય
૧૦૪૭
આ દવા એકાંતરે વાપરવી. ઓછામાં ઓછી ત્રણ વખત અને વધારેમાં વધારે આઠ વખત વાપરવી, દરરાજ વાપરવી નહિ. આ દવા ખાનારે શરીર શેકવુ' નહિ, તડકામાં ફરવું નહિ. કદાચ તેમ કરવાથી શરીરે ફૂટી નીકળે તે કૈાપરું ખવડાવવુ તથા શરીરે છાણુના લેપ કરવાથી મટી જશે. ઘી, સાકર અને દૂધ પુષ્કળ ખાવા આપવાં. દવા શ્રેષ્ઠ છે. હજારે રૂપિયા ખરચવાથી ન મટે તેવુ' દરદ આ દવાથી મટી જાય છે. -વૈદ્ય દેવજી આશુ
આગ તુક (હથિયારના) ઘા વાગ્યા હોય તે માટેઃઅરણીનાં પાન વાટી ઘીમાં તળી બાંધવાથી રૂઝ આવે છે. અથવા ઘાની અદર ઘાણાજરિયાનું રૂ ભરી પાટા માંધવાથી રૂઝ આવે છે. અથવા ઘાબાજરિયું બાળી તેની રાખ તેલમાં મેળવી ઘામાં ભરી પાટો બાંધવાથી રૂઝ આવે છે. અથવા વડના દૂધમાં રૂનું પૂમડું' એળી ઘામાં સૂકી પાટો બાંધવાથી રૂઝ આવે છે.
--માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ
કોઢ અને આમવાયુ માટે હરિદ્રાદિ ગુટિકા-લીલી હળદર એક અધેાળ તથા ખરસાણીની પાલી બેઆનીભાર લઇ ખન્નેને વાટી પાવલીભારની ગોળીઓ બનાવવી. પહેલા દશ દિવસ એકેક ગેાળી પાણી સાથે આપવી. બીજા દશ દિવસ એ ગાળી, ત્રીજા દશ દિવસ ત્રણ ત્રણ ગાળી, ચોથા અગિયાર દિવસ ચાર ચાર ગાળી પાણી સાથે લેવી અને ઉપરથી એક ગેાળીએ અધેાળ માખણ ખાવુ. એ પ્રમાણે જેટલી ગાળીએ જેમ લેવાય તેમ તેટલા અધેાળ માખણ પણ સાથે લેતા જવુ' ગેાળી લીધા પછી એક કલાકે ઘીસાકરના મારા રાખવા. આ ઔષધથી ઊલટી તથા ઝાડા થશે, તેથી ખવાશે નહિ પણ ધીમે ધીમે થાડુ થાડું ઘી પાયા કરવુ' એટલે ફિકર નહિ, પણ રાત્રે તે ખવાશે. (ઘી, સાકર,
For Private and Personal Use Only