________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નવસાર તેલે ૧, બંગડીખાર તેલે ૧, ખડિખાર તેલ ૧, જવખાર તેલ ૧, મરી તેલા ૨, હરડે લા ૨, આમળાં તેલા ૨, સુવા તેલા ૨, સૂંઠ તેલા ૨, પીપર તેલા ૨, બહેડાં તેલા ૨, અજમે તેલા ૨ અને લસણની કળી તેલા ૫, લઈ પ્રથમ લસણ સિવાયની બધી વસ્તુઓને ખાંડી વસ્ત્રગાળ કર્યા, પછી લસણને જુદું ઘૂંટી તેમાં ત્રણચાર લીબુને રસ નાખી ઘૂંટતા જવું અને થોડું
ડું પેલું ચૂર્ણ નાખતા જવું. સઘળું ચૂર્ણ તેમાં મળી જાય એટલે તેને છાયામાં સૂકવી બાટલીમાં ભરી રાખવું. આ ચૂર્ણ માંથી બે આનીભાર ફાકી ઉપર આદુ-ફુદીનાને ઉકાળો પીવાથી શુળ મટે છે. આ ચૂર્ણ ગર્ભિણી સ્ત્રી અને નાનાં બાળકોને આપવું નહિ.
૨, સંચળપાક ગુટિકા - સંચળ તલા ૧૫, પીપર તેલા ૬, મરી તેલા ૬, ટંકણખાર તેલા ૩, શાહજીરું તેલા ૨, જીરું તેલા ૨, જવખાર તોલા ૫, ચિત્રો તલા ૨, અક્કલગરો તેલા ૬, સૂંઠ તલા ૫ અને સિંધવ તેલા ૫ એ સર્વને ખાંડી તેમાં લીંબુને રસ શેર રાા નાખી તેને ચૂલે ચઢાવી સારી પેઠે પકાવી પછી ખરલમાં નાખી બે દિવસ ઘૂંટીને વટાણા જેવડી ગોળી કરવી, એ ગળી ૧ થી ૪ સુધી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી પરિણામશૂળ, ઉદરરોગ, મંદાગ્નિ અને પેટના વાયુને મટાડે છે.
૩. શંખાદિવટી-શંખભસ્મ તેલા પ, સંચળ તેલા ૫, સિંધવ તેલ ૫, અજમે તોલા ૫, સૂંઠ તેલા ૫, મરી તેલા ૫, શેકેલી હિંગતેલા રા, પીપર તેલા રા, લવિંગ તેલ ૧ અને તજ તેલ ૧ એ સઘળાંને લીંબુના રસમાં ઘંટી ચણા જેવડી ગોળી વાળવી. એકથી બે ગોળી પાણી સાથે દિવસમાં બેથી ત્રણ વખત આપવાથી શૂળ મટે છે.
૪. લેપઃ-ઘોડાવજ, સેકટાનું મૂળ, સાબરશિંગુ, આંબા
For Private and Personal Use Only