________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પ્રમાણે જેટલા ગુણગંધક જારણ કરવું હોય તેટલે ગંધક આ પ્રમાણે પચાવી શકાય છે. ગંધક જારણ કર્યા પછી ખરલમાં પારા બરાબર ગંધક નાખી કાજળી કરવી, આ કાજળી સાધારણ કાજળી કરતાં બહુજ ઉત્તમ છે, એ કાજળીની સઘળા રોગો પર ચેજના કરવી. આ પ્રમાણે ગંધક જારણ કરતાં પારે ઊડી જવાની ધાસ્તી રહેતી નથી, તેમજ ધીરજથી અને સહેલાઈથી કરી શકાય છે.
રસકપૂર-રસકપૂરને કડવી કુંવારના રસમાં ત્રણ દિવસ ખલ કરી સૂકવીને જાણીતી રીતિએ એનાં ફૂલ ઉડાવવાં. એ ફૂલ એક ચોખાપૂર લઈ કાળી દ્રાક્ષને ઠળિયે કાઢી તેમાં મૂકી બંધ કરી ગળાવવી. એ પ્રમાણે સવારસાંજ આપવી. આ દવા વિસ્ફટક વગેરે ટાંકીના વ્યાધિ પર બહુજ અકસીર છે. શુદ્ધ છે માટે કઈ પણ પ્રકારના નુકસાનને ભય નથી. - હિંગળાક:-હિંગળક તેલે ૧ લઈ તેના નાના કટકા કરી ભિલામાં તેલા ૧૦ લાવી વાટી એક કડાઈમાં અરધાં પાથરી હિંગળોક મૂકી ઉપર બીજા ભિલામાં પાથરી હલકી આંચ આપવી.
જ્યારે ભિલામનું તેલ ઝરપવા માંડે ત્યારે દિવાસળીથી સળગાવી દેવું. તે બળીને ઠંડું પડી જાય ત્યારે જાબુડા રંગને હિંગળક કાઢી, ખૂબ બારીક વાટી એક રતીની માત્રા આદુના રસ સાથે આપવી. એ સન્નિપાત, તાવ તથા મગજ પર થયેલી અસર ઉપર પહજ અકસીર છે. બીજા રેગ ઉપર પણ ચગ્ય અનુપાન સાથે આપવાથી સારું કામ કરે છે.
સમલા-સોમલને ૧ તોલાને કટકા લઈ તેને દૂધમાં લાયંત્રથી એક પહોર મંદાગ્નિથી પકાવો. ત્યાર બાદ ખરલમાં નાખી વાટી તેમાં બેઠી ભોંયરીંગણીને રસ તેલા ૨૦ ખરલ કરી પચાવ; એટલે શુદ્ધ થાય છે. ખાસ ગુણ-દમ, ખાંસી, શક્તિ
For Private and Personal Use Only