________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
બારીક ચૂર્ણ કરી ઉંમરના પ્રમાણમાં ચગ્ય માત્રામાં પાણી સાથે આપવાથી, શીતળા નીકળતાં નથી. જે શીતળા નીકળવાની શરૂઆતમાં આપવામાં આવે, તે ઘણાંજ આછાં અને સુખરૂપ નીકળે છે. આ પ્રયોગ માતા (શીતળા) નીકળવાની મોસમમાં તંદુરસ્ત કરાંઓને પણ ત્રણ દિવસ આપવાથી શીતળાને નીકળતાં અટકાવે છે અને એજ પ્રયોગ જાનવર માટે કરવામાં આવે, તે તેને પણ ફાયદો થાય છે.
૨. રતવા -કાદરી અથવા કાંસુંદરીનાં પાન વાટી ચોપડવાં તથા પીવાથી રતવા મટે છે.
૩. ખસ માટે-જૂની કરડ બાળી ધુપેલ સાથે ઘૂંટી લગાડવાથી બાળકોને શરીરમાં નીકળતી ઝીણી ઝીણી લુખસની ફેલ્લીઓ, જે આખા શરીરને ખરાબ કરે છે તે મટે છે.
–એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી સસણીવરાધ માટે –તળાવની અંદર જે શંખલાં થાય છે, તેને લાવી સરાવસંપુટમાં ભરી, બાળી ભસ્મ કરી શંખલાંના વજન જેટલે શેકેલે અજમે લઈ મેળવી બારીક વાટી નાગરવેલનાં પાનના રસમાં મેળવી આપવાથી પાંસળીઓનું ઊછળવું, વરાધ, સસણું, ભરાણી વગેરે મટી જાય છે. આ દવા એકજ વખત આપવાથી પાંસળીઓનું ઊછળવું બંધ પડે છે.
–વૈદ્ય પુરુષોત્તમ બહેચરદાસ યાજ્ઞિક-કાલોલ ખાંસી માટે -ટંકણખાર ફુલાવેલ, કેશર, લવિંગ અને કાળાં મરી, એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, પાનમાં સવારસાંજ એ કેક ગેળી ધાવણમાં ઘસી પાવાથી ઝાડો તથા ઉધરસ તરત નરમ પડે છે.
–ડૉકટર ચંદુલાલ મુકુંદરાય–પાટણ
For Private and Personal Use Only