________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૮
શ્રીયુર્વેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો
છે. તથા વાત, પિત્ત, કફૅ, સન્નિપાત અને રક્ત એ પ્રમાણે પાંચ પ્રકારના કર્યું મૂળ રોગ કહેવાય છે. આ રાગનાં એ ત્રીસે પ્રકારનાં જુદાં જુદાં લક્ષણ્ણા અભ્યાસીએ શાધવનદાન તથા શારગધરની ટીકામાંથી જાણી લેવાં.
કાન દુખતા હાય, કાનમાં ચસકા મારતા હોય અને કાનમાં ચળ આવતી હાય, તા તે કાનમાં સરસિયુ તેલ મૂકવાથી સારુ’ થાય છે. કાનમાંથી પરુ વહેતું હેાય અથવા પાણી વહેતુ' હાય, તે તે કાનને સળી ઉપર રૂ લપેટી લૂછી લઇ, તેમાં સમુદ્રફીણ, અખિલ, કેાડીની ભસ્મ અથવા ફુલાવેલી ફટકડીનું બારીક ચૂર્ણ કરી, એ ચાર પૈકી ગમે તે ચૂણ કાગળની ભૂંગળીમાં રાખી ફૂંકવાથી ઘણું ફાયદા થઈ સારું થાય છે. અથવા વડનાં પાકાં પાન, કરજનાં પાન અને કાળિયા સરસનાં પાન લાવી છૂંદીને તેલમાં તળી કાઢવાં. તે તેલ કાનમાં મૂકવાથી પરું તથા પાણી વહેતુ' મધ થઇ જાય છે. ઘણી વાર કાનમાંથી એક મસા (કર્ણા') વધતા વધતા કાનની નળીને પૂરી નાખી અસહ્ય વેદના ઉત્પન્ન કરે છે અને તેને જોઇએ છીએ તે ચામડીથી કાન પુરાઇ ગયેા હૈાય એવુ' દેખાય છે. તેવા દર્દીમાં કાનની આસપાસ જેટલી જગ્યામાં દુખાવા હૈય તેટલી જગ્યા ઉપર સેાજાની ગેાળી ચાપડાવવી અને કાનની નળી. માં પણ સેાજાની ગેાળી ઘસીને ભરી દેવી. આથી એક અથવા એ દિવસમાં તે મસે ફાટી જઈ તેમાંથી લેાહી અને પરુ નીકળી જાય છે અને એજ ગેાળી ભરવાની ચાલુ રાખવાથી તે રુઝાઇ જાય છે ને ક્રીથી થતુ નથી. કણ પાલી તથા કણ મૂળનાં દર્દીને માટે પાછળ લખેલા કાઇ પણ ઇલાજ કરવાથી તે મટે છે; પરંતુ કણમૂળ ઉપર તેલ અથવા ઘીવાળે પદાશ લાગવા દેવા નહિ.
નાસારાગઃ-નાકના રોગ અઢાર પ્રકારના કહ્યા છે. વાત
For Private and Personal Use Only