________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગ, નાસાગ, મસ્તકરેગનેનેત્રરંગ ૮૯૭
મૂળમાં જીવડા પડયા હોય અને દાઢે સેજે આવી અત્યંત દુઃખતી હોય, તે રોગીને તડકે સુવાડી તેના કાનમાં તલનું તેલ મૂકવું. બે મિનિટ પછી તે તેલ કાઢી નાખી તે કાનમાં આગવાનાં પાતરાને રસ નિચાવે. એટલે દાઢમાંના તમામ કીડા જીવતા ને જીવતા કાને રસ્તે બહાર નીકળી જશે. અથવા ભોંયરીંગણીના બીજને દેવતા ઉપર મૂકી તેના ઉપર ઊંધું વાસણ ઢાંકી, તે વાસણમાં છિદ્ર કરી તેમાં ભૂંગળી ભેરવી તે ભૂંગળી વાટે ધુમાડોદાઢને લગાડે તે દાઢમાંના તમામ જીવડા મરીને બહાર નીકળી જશે. આ બેઉ ઉપાય કયો પછી દાઢ ઉપર જે સે રહે, તેના ઉપર સજાની ગોળી અથવા આંબાહળદર, લેધર અને બાળ ઘસી ઊના કરી ચોપડવાથી જે ઊતરી જાય છે. જે ગાલ યા દાંતની નાડી પાકવાથી ગળસૂણાં થયાં હોય તે ઝેરકચૂરે, આમળું અને જૂનું કામડું પાણીમાં ઘસી ગરમ કરી ચોપડવાથી ગળસૂણાં મટી જાય છે. જે મેટું અથવા તાળવું પાડ્યું હોય તે કાળા પાણીના અથવા લીલા પાણીના કેગળા કરવાથી તે મટી જાય છે. પણ એટલું યાદ રાખવું કે, તે પાણીમાં બીજું સાદું પાણી ઉમેરી, તે મેંમાં ખમાય તેવું બનાવી કેગળા કરાવવા, જે ગળામાં રોહિણ રેગ થયેલ હોય તે છ માસ સુધી પચ્યાગૂગળની બબ્બે ગેળી દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી તે મટી જાય છે.
કરેગા-કાનમાં થતા રોગે ત્રીસ પ્રકારના ગણવામાં આવ્યા છે. તેમાં વાતકર્ણ, પિત્તકણું, રક્તકણ, કફકર્ણ, સન્નિપાતકણું, વિદ્રષિ, કર્ણશોથ, અબુદ, પૂતિકર્ણ, કર્ણN, કર્ણ હલિકા, બાધિય, તંત્રિકા, કડુ, શકુંલી, કૃમિકર્ણ, કર્ણનાલ અને પતિનાલ એ પ્રમાણે અઢાર જાતના રંગે કાનની નળીમાં થાય છે. તથા ઉત્પાત, પાલિશેષ, વિદારી, દુખવર્ધન, પરિપટ, લેહી અને પિપ્પલી એ રીતે સાત પ્રકારના કર્ણપાલી રોગ થાય આ. ૨૯
For Private and Personal Use Only