________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૨૧
ખવડાવવાથી પ્રમેહની અસર અને ભગંદર એ બેઉ સારાં થાય છે. કાંસકીની જાતનું એક ઝાડ છોડના રૂપમાં થાય છે અને તેને અમારા વિચાર પ્રમાણે “અતિબેલા' કહે છે. તેના ઉપર કાંસકી જેવાં મોટાં પીળાં ફૂલ થાય છે, પણ કાંસકી જેવાં ફળ થતાં નથી. પરંતુ બંધ મોઢાનાં રુવાંટીવાળાં ગોળ ફળ થાય છે; છતાં તેમાંથી બીજ તે કાંસકી જેવાજ નીકળે છે. તેનો પાલે લાવી છુંદી તેમાં થોડો ગોળ મેળવી તેની લેપડી મૂકી પાટા બાંધવાથી થોડા દિવસમાં ભગંદર મટી જાય છે. એ પાલો લીલે ન હોય અને સૂકો હોય તો પણ ચાલી શકે છે. એ પાલાથી તમામ જાતનાં ગંભીર ગૂમડાં રુઝાઈ જાય છે. ભાંગરાને પાલે વાટીને તેની લુગદી બાંધવાથી ભગંદર મટી જાય છે. અગર ઊંટનું હાડકું ઘસીને ચોપડવાથી ભગંદર મટી જાય છે. અથવા મરીકંથારનું મૂળ ચેપડવાથી ભગંદરની ગાંઠ પાકીને નીકળી જાય છે, તે પછી મરીકથારનો પાલો વાટી તે ખાડામાં ભરી પાટે બાંધવાથી ભગંદર મટી જાય છે. અથવા લીમડાના તેલની પિચકારી મારી સાદા મલમની પટ્ટી મારવાથી પણ ભગંદર મટે છે. પરંતુ ભગંદરના ગમે તે જાતના ઉપાય ચાલતા હોય પણ જે ઉપાય હાથ ધર્યો હોય તેને ભગંદર રુઝાતાં સુધી બદલો નહિ અને તેની સાથે ચંદ્રપ્રભા ગુટિકા ખાવી જોઈએ. જો તેમ કરવામાં નથી આવતું તો ભગંદર એક વાર રુઝાઈને પાછું ફરીથી થાય છે, તે ચંદ્રપ્રભા ગુટિકા ખાવાથી ફરીથી થતું નથી. ભગંદરના રોગીએ હિંગવાળા પદાર્થો, ચણાના પદાર્થો આદુ અને ગળપણ બિલકુલ ખાવાં નહિ. - શુકદેષઃ-શુકદેષ નામ આપવાનું એવું કારણ છે કે, શુક એટલે પિપટ. પોપટની ગરદનમાં જેમ કાંઠલો છે, તેમ પુરુષલિંગના મણિબંધની નીચે જે કાંઠલા જે કાપે છે, તેમાં જે ફેલ્લીઓ થાય છે તેને શુકદેષ કહે છે. તે ફિલ્લીઓ જે અલ્પમતિ પુરુષ પોતાની
For Private and Personal Use Only