________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પ-ડૉકટર મગનલાલ વ્રજભૂષણદાસ–સુરત નાસૂર તથા હાડ ગંભીરનો મલમઃ-ચપટી મેથી લઈ તેમાં જરા ઘી મૂકી મેથીને બાળી નાખવી. પછી તેને ઘૂંટીને મલમ બનાવ. એ મલમ લગાડી ઉપર કાળા મલમની અથવા ગમના મલમની પટી મારવાથી નાસૂર પુરાઈ જશે અને રૂઝ આવશે. તેમજ વારેવારે ઊભળતું હશે તે પણ ફરી ઊભળશે નહિ અને જનમારાનું દુખ જશે.
૬-વિધ મનસુખલાલ લલુભાઈ-સુરત સરજાદિ મલમ -ભિલામાં ૧ શેર લઈ તેને નવટાંક તલના તેલમાં તળવાં. જ્યારે ભિલામાં ફૂલી જાય અને તેલ કાળું પડી જાય એટલે નીચે ઉતારી તેલ ગાળી લઈ લેવું. એ તેલ નવટાંક, મીણ ચાર પસાભાર અને રાળ ચાર પૈસાભાર વાટી વસ્ત્રગાળ કરી દેવતા ઉપર મૂકી, એકરસ કરી ઉતારી ઠંડું થયે પટી બનાવી મારવાથી ભગંદર, વણ વગેરેને મટાડે છે. ૭-વૈદ્ય રવિકાન્ત અને શાંતિકાન ઉદાણું–બાલંભા
વ્રણશોથહર લેપ:-(પાઠ શારંગધર સંહિતાને પણ ફેરફાર સહિત) બિજેરાનું મૂળ, છડી, દેવદાર, સૂંઠ, રાસ્ના, અરણીનું મૂળ, અસંઘ મૂળ તથા નવસાર એ સર્વ સમાન ભાગે પાણીમાં વાટી જાડો લેપ કરી દિવસમાં બે વખત ચોપડે. આ લેપથી કેઈ પણ જાતને સોજો મટી જાય છે.
૮-વૈદ્ય કનૈયાલાલ પુરાણુતાલ (માળવા) રૂઝને મલમ-સંદેસરાના ઝાડના પાલાને લાવી વાટી તેમાં શંખજીરું ચપુ વડે કાતરીને મેળવી, જખમ ઉપર મૂકવાથી નાસૂર વગેરે નહિ રુઝાય તેવા જખમને જલદીથી રૂઝ લાવે છે.
For Private and Personal Use Only