________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निबंधमाळा लखवानो उद्देश
(લેખક-સ્વ. વૈદ્ય તિલકચંદ તારાચંદ શાહ)
અમારા કેટલાક વૈદ્યબંધુઓ તથા ઇતર વિદ્વાનો એ પ્રશ્ન કરે છે કે, આયુર્વેદનાં પ્રાચીન અને અર્વાચીન પુસ્તક એટલાં બધાં છે કે તેની ઉપરવટ જઈ નવાં પુસ્તક રચવાની જરૂર નથી; કારણ કે જે પુસ્તક હાથમાં લઈએ છીએ અથવા નવાં વસાવીએ છીએ, પરંતુ જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે તે સર્વમાં થોડા ફેરફાર સાથે તેની તે વાતો દેખાય છે; અને ઘણાં પુસ્તકોમાં તો એકમાં આપેલા તેના તે જ પાઠે તથા ઔષધો અને તેનાં તે નામે જોવામાં આવે છે. તે પછી આવી નિબંધમાળા લખીને નકામે સમય અને ધનનો વ્યય કરે તથા કરાવવો એ નિરર્થક છે. તેવું કહેનારાઓને ઉપકાર સાથે જણાવવાનું કે, આજકાલ આયુર્વેદનાં પુસ્તકની સ્થિતિ આપ કહો છે તેવી જ છે; અને એવાં પુસ્તક લખવાં-લખાવવાં, છાપવા –છપાવવાં એ આપના વિચાર પ્રમાણે નિરર્થક હશે; એમ જણાય તે પણ આપ નીચેની હકીક્ત ઉપર ધ્યાન આપશે, તે આપને પ્રશ્ન કરવાને અવકાશ રહેશે નહિ.
અમે જ્યાં સુધી વિચાર કર્યો અને જ્યાં સુધી જોઈ શકળ્યા ત્યાં સુધી અમારા જેવા-જાણવામાં એટલું જ આવ્યું કે, હાલમાં ચાલતી વિદ્યકવિદ્યામાં દેશી વૈદ્ય એટલે આયુર્વેદીય ઉપચારકના ચાર ભાગ પાડી શકાય છે.
પ્રથમ રાજવૈદ્યો કે જેઓ પિતાને પૂર્ણ માને છે; એટલે તેઓને આયુર્વેદીય ઉપચારકની અવસ્થા કે વ્યવસ્થા તરફ ધ્યાન આપવાની જરૂર જણાતી નથી.
બીજા વૈદ્યરાજે કે જેઓ આયુર્વેદના જ્ઞાતા અને મહાન ચિકિત્સકે છે; કે જેમાં વિદ્યાનું દાન કરવા સદા તત્પર રહે છે, પણ સર્વ વિદ્યાર્થીઓને પહોંચી વળતા નથી, છતાં બનતું કરી રહ્યા છે.
For Private and Personal Use Only