________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
આથી શરીરમાં ધાતુઓ બનવામા પદાર્થોને જે ક્રમ ચાલુ હોય, તે ક્રમમાં અવ્યવસ્થા થવાથી ભૂખ મંદ પડી જાય છે અને ખાન અને પાનમાં અરુચિ ઉત્પન્ન થાય છે.
કોઈ માણસને સૃષ્ટિક્રમ વિરુદ્ધ અથવા રાજ્યના કાયદા વિ રુદ્ધ અથવા લેકનીતિ વિરુદ્ધ કાર્ય કરવાથી ભય ઉત્પન્ન થાય છે. આને લીધે સમાનવાયુ પાનવાયુમાં મળી જવાથી તેને અતિગ થાય છે, તેથી સાધકપિત્ત નબળું પડવાથી અવલંબન કફનો મિશ્યાગ થાય છે અને હૃદયમાં વારેવારે ધ્રાસકો પડે છે. સાધકપિત્ત નબળું પડવાથી ઓજસ ઘટી જાય છે અને કેાઈ પણ જાતના અધિકારી માણસને જોઈને ગ્લાનિ થાય છે. ઉદાનવાયુમાં પાનવાયુને અતિયોગ થવાથી છાતીમાં ધબકારા વધે છે અને શ્વાસ કે થાય છે અને તેને દમ ભરાઈ જાય છે. ઉદાનવાયુને અતિ
ગ થવાથી સ્નેહન કફ સુકાઈ જાય છે, તથા તે માણસને બેલતાં મેઢે ફાકા પડે છે. વ્યાનવાયુને અતિગ થવાથી ભ્રાજકપિત્તને હિનગ થાય છે અને લેદન કફને મિથ્યાગ થાય છે તેથી શરીર કંપે છે અને શરીરની ચામડી નિસ્તેજ બને છે. ઉદાનવાયુને અતિગ થવાથી આલેચકપિત્તને હીનાગ થઈ નેહન કફને મિથ્યાયોગ થાય છે, જેથી આંખ બહાવરી બને છે અને મગજ ભમે છે, બલકે વખતે મૂછ પણ થાય છે. રસ કફ સુકાવાથી જીભ લૂખી પડે છે એટલે ખોરાક ભાવતું નથી તથા કોઠામાં સમાનવાયુને અતિગ થવાથી અગ્નિ મંદ પડી ભૂખ લાગતી નથી એટલે ભયથી અરુચિ ઉત્પન્ન થાય છે.
જે માણસે ધારેલી વસ્તુ તેને પ્રાપ્ત થાય નહિ અથવા કહેલી વાત મનાય નહિ તે તે માણસને ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી પાચક પિત્ત સાધકપિત્તમાં અને સાધકપિત્ત આલેચકપિત્તમાં એકદમ મળી જઈ સમાનવાયુ, પાનવાયુ અને ઉદાનવાયુને હીગ કરે
For Private and Personal Use Only