________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિા, શ્વાસ અને સ્વરભંગ ૬૫
૨. ખારેક એક લઈ તેમાંથી ઠળિયા કાઢી નાખી, તેમાં ગૂગળ ભરી ઉપર ઘઉંની કણક તથા એક ભીનું લૂગડુ લપેટી બાફી આખી ખારેક ગૂગળ સહિત ખાઈ જવાથી હેડકી બંધ થાય છે.
૩. મોરપિચ્છના ચાંદલાની ભસ્મ તથા લીડીપીપર મધ સાથે ચટાડવાથી હેડકી મટી જાય છે.
૪. નાળિયેરની ચટલી અથવા મુંજ ચલમમાં પીવાથી હેડકી મટે છે.
૫. હિંગળકને એક વાલને કટકે લઈ ચલમમાં મૂકી ફક્ત બેજ દમ મારવાથી હેડકી બંધ થાય છે.
૬૩વૈદ્ય દેવજી આશુ હઠીલી હેડકી –નાગરવેલનાં પાન ૧૦૦ લઈ તેને એક કાચના વાસણમાં રસ કાઢ. પછી શેરડી રસદાર લઈ તેના હાથ હાથના કટકા કરી ભરસાળમાં બાફી છેલી સાણસીથી પકડી રસ કાઢી પાનના રસમાં મેળવી દિવસમાં પાંચથી છ વખત અડધે તેલે પાવાથી ગમે તેવી હેડકી બંધ થાય છે. ખેરાક હલકે આપ.
૬૪-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત
નાળિયેરની કાચલી વાલ ૨ તથા ખારેકને ઠળિયે વાલ ૧ પાણીથાં ઘસી પીવાથી હેડકી મટી જાય છે.
For Private and Personal Use Only