________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉક્ષિત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભંગ ૬૪૩
વાલ બ્રાહ્મીના રસમાં જરા મધ નાખી ચાટવાથી સ્વરભંગ મટે છે.
૬૦-વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. સ્વરભંગના ઉપાયો–આંબાને મૌર ફેતરો સાથે, એલચી, સાકર અને વરિયાળી એ સર્વ સમભાગે લઈ વાટી ચૂર્ણ કરી ગરમ દૂધ સાથે પીવાથી સ્વરભંગ મટે છે અને સાદ (ઘાંટે) ઊઘડે છે.
૨. અકલગ, વજ અને ગળો (લીંબડાને) એ સર્વને મધમાં અવલેહ કરી ચટાડવાથી સ્વરભંગ મટે છે.
૩. લીંડીપીપર ગરમ દૂધ સાથે પીવાથી સ્વરભંગ મટે છે.
૪. બ્રાહ્મી, કાળી દ્રાક્ષ, વજ, આદુ, ગળો, શતાવરી, ઉપલેટ, વાવડિંગ, હરડે, અધેડા (ઝેટે) નાં બીજ, હળદર, લીંબડાની અંતરછાલ, જીરું, સુંઠ, શંખાવળી અને જેઠીમધ એ સર્વ સમભાગે લઈ ગળી કરી મેંમાં રાખવાથી સાદ ઊઘડે છે.
૫. લીંમડાનાં પાન તેલા ૨૦ તથા જવખાર તેલા ૫ એ બન્નેને વાટી, પાણીમાં ચણા જેવડી ગળી વાળી માં રાખી રસ ગળવાથી કંઠવર ખૂલે છે.
૬. બહેડાની છાલ શેકીને મેંમાં રાખવાથી કંઠસ્વર ખૂલે છે. બહેડાને શેવાની રીત –બહેડાંનાં ફળ આણી તેને દૂધ લગાડી ઘઉંના લોટના રોટલાની અંદર મૂકી, તે રટલે અંગારા ઉપર શેકો. રોટલે પરિપકવ થાય ત્યારે અંગારા ઉપરથી ઉતારી લઈ તેમાંથી પાકેલાં બહેડાને લઈ લેવાં. તેની છાલ ઉખેડી મેંમા રાખી રસ ગળવાથી સ્વરભંગ મટે છે.
૭. પાનની જડ મેંમાં રાખી રસ ચૂસવાથી સ્વરભંગ મટે છે. ૮. દૂધમાં સાકર નાખી ઉકાળી પીવાથી પિત્ત સ્વરભંગમટે છે,
For Private and Personal Use Only