SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૨૧ ૩. જવખાર ૧ તેલ, કાળાં મરી તોલા ૨, લીંડીપીપર તેલ ૧, દાડમની છાલ તેલા ૪ અને જૂને ગોળ તેલા ૮ મેળવીને ચણા જેવડી ગોળી કરી બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી ઉધરસ મટે છે. ૪. પારે, ગંધક અને તાંબાની ભસ્મ એ સમભાગે લઈ નાગરવેલના પાનમાં ઘૂંટી સરાવસંપુટમાં પેક કરી, ચૂલે ચડાવી, બે કલાક પકવવું. પછી તેને વાટી માત્રા બે રતીભારની, આદુને રસ અને મધ સાથે આપવાથી કફનાં દરદ મટે છે. પ. કકક્ષય:-અજમે પંદર શેર અને સેમલ તેલે છે, એ બે રકમને ચુઓ પાડ. તે ચુઓ જરાક સળી પર ચડાવી પાન પર મૂકીને ખવડાવ, કફ છૂટો પડી નીકળી જાય છે અને ક્ષયના દરદને ફાયદો કરે છે. ૬. જાની ઉધરસ -ફટકડી ૨, સિંધવ ૨, હળદર ૨, પીપળાની સૂકી છાલ ૨ ભાગ એ ચાર વાનાં વાટી ચૂર્ણ કરવું. પછી મીઠી જાળનાં પાન ભાગ ૨ા, કેરડાની કૂંપળ ભાગ રા, સૂકવી વાટીને મિશ્ર કરી તેમાં હિંગળક ૧ ભાગ મેળવીને તેમાં ગોળ મેળવી ૨૮ ગોળી કરવી. પછી કાંસાના વાસણમાં પાણી ગરમ કરી તે સાથે ૧ ગેળી આપવી. આથી દસ વર્ષની જૂની ખાંસી મટે છે. ૭. જાવંત્રી, જાયફળ, એલચી, શેકેલાં લવિંગ, કુલવેલે ટંકણું સમભાગે લઈનાગરવેલના પાનના રસમાં વાટી, ચણીબોર જેવડી ગોળી કરવી તે આપવાથી ઉધરસ મટે છે. ૮. અઘેડાનું પંચાંગ શેર ૧, પીપળાની છાલ શેર , રીંગણીનું પંચાંગ શેર ૧ અને ચૂને શેર ૧, તમામને ભેગાં કરી બાળવાં. તેમાંથી ૧ વાલ લઈ જૂના ગોળ સાથે આપવાથી ઉધરસ મટે છે. ૯. ભોંયરીંગણીના કુળ નંગ ૧૦૦ લાવી હાંડલામાં નાખી For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy