________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
બનાવવું. પ્રથમ પારા ગંધકની કાજળી કરી તેમાં તામ્રભસ્મ લૂંટી બાકીનાં વસાણાં મેળવી આદુના રસની એક ભાવના આપવી. પછી અગનશીશી (કાચકૃપી)માં ભરી મંદાગ્નિથી વાલુકાયંત્રમાં એક દિવસ પકાવવું. સ્વાંગશીત થયે કાઢી તેમાં દશમે ભાગ વછનાગ નાખી ખેલ કરી રાખી મૂકવું. તેમાંથી એક ચણોઠીભારની માત્રા આદુના રસ સાથે આપવાથી સન્નિપાત મટે છે, તેમજ તમામ જાતના વાયુના વિકાર પણ મટે છે.
૪. અગ્નિરસ -મરી તેલે ૧, મેથ તેલ ૧, વચકાવળિ તલ ૧, ઘોડાવજ તેલ ૧, વછનાગ તોલા એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી, આદુના રસમાં એક ભાવના આપી, મગ જેવડી ગળીઓ કરવી. તેમાંથી સવારસાંજ એકેક ગોળી આપવાથી બધી જાતનાં અજીર્ણ, આફરો, અપ અને મંદાગ્નિ મટે છે.
પ. અગ્નિતુંડ રસ–પાર તોલે ૧, ગંધક તલા ૨, બેડી અજમેદ તોલા ૩, વાયવડિગતેલા ૪, ખાખરનાં બી તોલા ૫, ઝેરચલાનું ચૂર્ણ તેલા ૬ લઈ, બધાને વસ્ત્રગાળ કરી મધમાં ચણીબોર જેવડી ગોળીઓ વાળી સવારસાંજ એક અથવા બે ગોળી ખાઈ, ઉપર મેથને કવાથ અથવા ઉંદરકની કવાથ પીવે, જેથી કૃમિ માત્ર મરે છે અને પેટને આફરો તથા વાયુ મટે છે. પરે. જીમાં ભારે પદાર્થ બંધ કરે.
૬. અમૃતવટી:-પારે, ગંધક, વછનાગ, અબ્રકભસ્મ, ઘેડાવજ, હરડે, બહેડાં અને આમળાં સવભાગે લઈ પ્રથમ પારાગધકની કાજળી કરવી. બાકીનાં વસાણાંઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, કોજળમાં મેળવી, ભાંગરાના રસની એક ભાવના આપવી. પછી મગ જેવડી ગોળીઓ વાળી આપવાથી અજીર્ણ, કૃમિ તથા વાયુ મટે છે; રાક ઉપર ચિ ઉત્પન્ન થાય છે અને અગ્નિ પ્રદીપ્ત થાય છે.
For Private and Personal Use Only