________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પ્રમાણેની ગોળીઓ વાળવી. આ ગાળી દરરોજ ખાતા પહેલાં અને ખાધા પછી એકેક ખાવાથી અરુચિ મટી ભૂખ લગાડે છે.
૫. હુતાશન રસ -સુંઠ, મરી, પીપર, તજ, અક્કલગરો, લવિંગ, જાવંત્રી, વછનાગ, એ સર્વે અડધે અડધો તોલે, શેકેલાં ઝેરકચૂરાં એક તેલ, હિંગળાક બે તેલા–એ સર્વને વાટી વસ્ત્રગાળ કરી, આદુના રસમાં એક દિવસ ખલી, વટાણા જેવડી ગોળી વાળીને મધ સાથે અથવા બીજા અનુપાન સાથે આપવાથી શુળ, અજીર્ણ વગેરે ઘણા રોગો મટે છે.
૬. નવીન શંખવટીઃ-શંખભસ્મ તેલા ૫, સંચળ તેલા ૩, સિંધવ તેલા ૨, વરાગડું મીઠું તોલ ૧, બંગડી ખાર તેલે ૧, શેકેલી હિંગતેલા ૨, અજમો, સૂંઠ, મરી, પીપર, ટંકણખાર એ સર્વે બબ્બે તેલ લઈ, લીંબુનો રસ શેર ૧ માં વાટી, ચણા જેવડી ગોળી કરવી. આ ગોળી ૧ થી ૩ સુધી પાણી સાથે ખાવાથી પેટને દુઃખાવો, શુળ, અગ્નિમંદ ને અરુચિ મટાડે છે.
૨-ચતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. સંશલાદિ ચૂર્ણ-સંચળ, સાજી, હિંગ, મરી, પીપર, સુંઠ એ વસ્તુને સરખે ભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, મજબૂત બૂચની શીશીમાં ભરી મૂકવું. એમાંથી બે આનીથી આઠ આની ભાર સુધી ફાકવાથી પેટને દુખાવે, પેટનું ચડવું વગેરે દરદ મટાડી ભૂખ લગાડે છે. આ ચૂર્ણમાં સાજીને ઠેકાણે ડાબાઈ કાબ નાખવાથી વધુ ફાયદો કરે છે.
૩-વૈદ્ય બાલકૃષ્ણ રત્નેશ્વ—સુરત ૧. લશુનાદિ વટીઃ-લસણ, જીરું, સિંધવ, ગંધક, સૂડ, મરી, પીપર અને હિંગ સરખે વજને લઈ, વાટી વસ્ત્રગાળ કરી,
For Private and Personal Use Only