________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
શયમાં રહેલા સાધકપિત્તમાં હીગ થવાથી મળને બહાર કાઢવા માટે ખેંચી શકતું નથી. તેથી અપાનવાયુ સમાનવાયુમાં મળી પેટમાં શૂળ ઉત્પન્ન કરે છે. આથી રેગી બેશુદ્ધ થાય છે તથા બરાડા પાડે છે. અપાનવાયુની પ્રવૃત્તિ અર્ધમાગે નહિ થવાથી તે હૃદય તથા કંડસ્થાનમાં આવી ભરાય છે. જેથી પવનની છૂટ તથા ઝાડે કબજ થાય છે અને રોગીને પાણીને શેષ પડે છે. એવાં લક્ષવાળા અજીર્ણનું અલસક એવું નામ રાખવામાં આવ્યું છે. આ અજીર્ણવાળા રોગી જીવતે નથી.
ઉપર કહેલાં પાંચ પ્રકારનાં અજીર્ણો અને તેના ઉપદ્રવરૂપ બીજાં ત્રણ પ્રકારનાં અજીર્ણોમાં લંઘન કરાવવું એ મુખ્ય ઔષધી છે. અને જેમ જેમ વાયુને અતિગ થયેલો જણાય, તેમ તેમ વાયુને હીન કરનાર સત્ત્વગુણી ઔષધેને ઉપચાર કરતા જવું અને કફને અતિગ થયેલ હોય તે કફને સૂકવનારા રજોગુણી પદાર્થોનું સેવન કરાવવું. એટલે વાયુને દબાવવા માટે ત્રિકટુ જેવી સવગુણી અને કફને પચાવવા માટે પંચક્ષાર જેવા રોગુણી તથા પિત્તને શમાવવા માટે ત્રિફળા જેવા તમોગુણી ઔષધોને તે તે ઉપર ઉપચાર કરે. જે સમાનવાયુને અતિગ થયે હોય ને તેને દબાવનારા ઔષધે અવલંબન કફ તથા લેદન કફના રોગથી અપાનવાયુ સુધી ન પહેચી શકે, તેવા રાગીને સ્નેહબસિત કે ઉત્તરબસ્તિ અથવા નીરહબસ્તિના પ્રયાગ (પિચકારી) કરી, અપાનવાયુમાં રહેલા મળને બહાર ખેંચી કાઢવા. આથી સમાનવાયુમાં ગયેલે અપાનવાયુ પિતાના સ્થાનમાં આવી, કલેદનકફને સુકાવે એટલે કલેદન કફને હીન થવાથી પાચકપિત્ત સમયોગને અથવા અતિગને પામે, જેથી સમાનવાયુ પિતાના નિયમ પ્રમાણે અન્નના રસને જોઈતાં સ્થાનમાં જોઈએ તેટલે ભાગ મેકલવાને શક્તિમાન થાય છે. આમ વાયુનાં પચે સ્થાનમાં
For Private and Personal Use Only