________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
તેમજ દરેક પ્રકારના રક્તસ્ત્રાવને બંધ કરે છે. મે, નાક, ગુદા, શિશ્ન અને ગર્ભાશયના રક્તસ્રાવને આ દવા અટકાવી શકે છે.
૨. હરસ ઉપર લગાડવાને મલમઃ-સોનાગેરુ તોલે ૧, કાંટાળાં માયાં તે , કપૂર વાલ ૪ તથા અફીણ વાલ છે સર્વને ખૂબ ઘૂંટી દિવેલ સાથે મલમ કરી, હરસને દિવસમાં બે-ત્રણ વાર ચોપડે. આથી બહારના સૂકા હરસ કૂણા પડી પીડા બંધ થશે અને દૂઝતા હરસ પણ મટશે.
૩. હરસ માટે ધૂણી -ઝેરકેચલાં, કપૂર, ખીજડાનાં પાન, હળધર, ભેંયરીંગણીનાં ફળ, સમભાગે લઈ કચરી રામપાત્રમાં છાણાંના ધગધગતા દેવતા ઉપર આશરે તેલા એકને મૂકી બાજઠ અથવા બે ઈટ ઉપર કમર સુધી કપડું ઓઢી બેસીને હરસ ઉપર ધુમાડો દે. દિવસમાં બે વખત દેવાથી ભયંકર પીડા શાંત પડી જશે.
૪. હરસ માટે:–રસવંતી અને સૂરોખાર, એકેક તોલે માયાં અને નવસાર અર્થે અર્ધો તોલો લઈ, મૂળાના પાનના રસમાં ઘંટી ચણીબોર જેવડી ગોળીઓ વાળી, હરસના દરદીને દરરોજ બે બે ગોળી આપવાથી લેહી પડતું બંધ પડશે.
૫. હરસ માટે-હરસિંગાની મીજ તોલે ૧ અને મરી તેલ ૦૧, પાણી સાથે ઘૂંટી પાવલીભારની ગોળીઓ વાળી, દર રોજ એક ગોળી ખાવાથી દરેક પ્રકારના હરસને મટાડે છે.
દ. કરંજવાની મીજ, સૂંઠ, ચિત્રકમૂળ, સિંધવ, ઇંદ્રજવ, મરી, સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, ૦ થી ૫ તોલે છાશ અગર દહીં સાથે લેવાથી હરસના મસા ખરી પડે છે અને કાંઈ પણ ઈજા થતી નથી. આ ઉપરાંત ચૂંક, આફરો, અજીર્ણ અને ગોળે મટે છે, પાચક પણ છે.
For Private and Personal Use Only