________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- - - -
-
-
-
૪૮૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૭. લીંબડાની સૂકી લીંબોળી તોલે ન લઈ ચાર તેલા તેલમાં તળીને બાળી મૂકવી. તેમાં બે રતી મોરથૂથું મેળવી પછી તેમાંજ વાટી હરસ ઉપર પડવાથી હરસ નરમ પડે છે.
૮. જાયફળ તેલે , અફીણ વાલ ૨, કપૂર બે આનીભાર એને તલના તેલમાં ઘૂંટી મલમ જેવું કરી, મસા ઉપર ચોપડવાથી મસા ખરી પડે છે.
૯. કડવી તુમડીના બીજને ખાટી છાશમાં વાટી મસા ઉપર જાડો લેપ લગાડવાથી મસા ફૂટી જઈ દરદ નરમ પડી જાય છે.
૧૦. કડવા તૂરિયાનાં બી નંગ ૩ પાણીમાં ઘસી ચોપડવાથી મસા નરમ પડી જાય છે.
૧૧. પીપર, મરી, સૂંઠ, ચિત્રો અને સૂરણ પાંચ-પાંચ તેલા તથા ગાળ વીસ તોલા મેળવી દરરોજ એક એક તોલે ખાય તે એક માસમાં હરસ મટે છે.
૩-વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા-વાગડ ૧. કૂકડેવેલના ફળને ખાંડી, પાણીમાં ભેળવી, ઝાડે જતી વખતે તે પાણી લઈને ગુદા ધેવી તેથી હરસ મટી જાય છે. - ૨. સોમલને પાણી સાથે ઘસ ને તે ઘસારા ઉપર રેવચીનું લાકડું ઘસવું. તેનાં ટપકાં હરસ ઉપર કરવાં. હરસ સિવાય બીજે સ્થાને લાગે નહિ તેની સંભાળ રાખવી. દિવસમાં બે વખત ટપકાં કરવાથી હરસ ફૂલશે ને ત્રણ કે ચાર દિવસમાં પાણી ઝરવા માંડશે અને હરસ ઘટવા માંડશે. એટલે પછી પીપર, પીપળો, વડ, ઉંમર ને પારસ પીપળા–એ પાંચ વૃક્ષની છાલ સમભાગે શેર બે લાવી ૧૦ શેર પાણીમાં ઉકાળી, તે પાણીએ સહેવાતું સહેવાતું ધોવું. ધોયા પછી ડુંગળી શેર ૦૧ લાવી સુધારી, ઘી શેર ૦૧ નાખી, તેમાં મીઠા વગરની હળધર તેલા બે નાખી,
For Private and Personal Use Only