________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે કરવી. ૧ થી ૨ ગેળી પાણી સાથે ખાવાથી મરડે મટી જાય છે.
૨-યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. ગ્રહણ કપાટ રસ-જાયફળ, જાવંત્રી, ચરસ, હિંગક, સાકર, રાળ, મજીઠ, લાખ, સૂકા મરવા, કેરીની ગોટલી, બીલીને ગર્ભ, પડવાસ, લેધર, ભાંગ, ગાંજો, મેથ, ઇંદ્રજવ, એ દરેક ચીજ ત્રણ ત્રણ તોલા, વંશલોચન તોલા ૪, તજ તલા , પીપર તેલા ૮, સુખડને વહેર તેલા ૧૦, જીરું તેલા ૧૨, નાગકેશર તેલા ૧૪, વાળે તેલા ૧૬, કમળકાકડી તલા ૧૮ અને કપૂર તેલા ૨૦ લેવું. ઉપલી તમામ વસ્તુ જુદી જુદી ખાંડી કપડછાણ કરવી. બાવળની છાલ અને પસંદડા અડધે અડધે શેર લઈ તેને જુદા ૬ શેર પાણીમાં તેમાંનું એક શેર પાણી બાકી રહે ત્યાં સુધી ધીમી ધીમી આંચે ઉકાળી, તે કાઢા વડે ઉપલી દવા ખલમાં ઘૂંટવી. કપૂર અને હિંગળક જુદાં જુદાં બારીક વાટી બાકીની દવાઓમાં મેળવવાં. કપૂરની એકેક ટીકડી લઈ ખલમાં યુક્તિથી ભાંગી, તેની અંદર દવા જે ખાંડેલી હોય તે મેળવતા જવી, નહિ તે ગાંગડી બાઝી જશે. બે એક દિવસ દવાને ખલ ઉપલા કાઢામાં કરે. સુકાયેથી વટાણા જેવડી ગોળી વાળવી ને છાંયે સૂકવવી.
ઝાડા, ઊલટી, (કોલેરા) સાદા ઝાડા, સંગ્રહણી, અતિસાર અને મરડો બંધ થાય છે. ૧ થી બે ગોળી દરેક ઝાડાઉલટી પાછળ, સાકર-ધાણાને પાણીમાં અથવા ઠંડા પાણીમાં ગળાવવી.
૨. ઝાડાબંધની ગોળી-જાયફળ તેલે ૧, હિંગડો તેલે ૧, સંચળ તેલ ૧, તમામ ચીજ (દાડમ સિવાયની) બારીક વાટી ભૂકે કરે. પછી મોટું દાડમ નંગ એક લાવીને તેની ડાગળી કાઢી તેમાં પેલો ભૂકે ભરે. પછી તે ડાગળી બંધ કરીને તેના પર કપડમટ્ટી કરી, તે બફાય તેટલાં જ ડાં છાણમાં બાફીને
For Private and Personal Use Only